મનમોહનજી, તમારા દિવસોની મોદીજીના દિવસો સાથે તુલના નહીં કરો: ભાજપ

મનમોહનજી, તમારા દિવસોની મોદીજીના દિવસો સાથે તુલના નહીં કરો: ભાજપ
આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 18 : કથુઆ અને ઉન્નાવ બળાત્કાર કેસો પર લાંબી ચુપકીદી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘે કરેલી ટીકા બાદ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે બુધવારે નરેન્દ્ર મોદીનો જોરદાર બચાવ કરતાં જણાવ્યું હતું કે, તેમણે આ બનાવો પ્રત્યે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
પ્રસાદે જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીએ બળાત્કારના આ બનાવોને વખોડી કાઢયા હતા અને તેને શરમજનક અને અમાનવીય ગણાવીને આકરાં પગલાં ભરવાની ખાતરી આપી હતી. ડૉ. મનમોહન સિંઘ પર નિશાન સાધતાં પ્રસાદે જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદી તેમના પુરોગામીઓ જેવા નથી. તેમના હુકમ પર તત્કાળ કાર્યવાહી કરવામાં આવી હતી. વડા પ્રધાન જ્યારે કશું બોલે છે ત્યારે તેમને સાંભળવામાં આવે છે અને પગલાં ભરવામાં આવે છે. ડૉ. મનમોહન સિંઘ, મહેરબાની કરીને તમારા દિવસોની સરખામણી મોદીના દિવસો સાથે ન કરો.
જોકે વડા પ્રધાન મોદીની ચુપકીદી પર ડૉ. મનમોહન સિંઘની ટિપ્પણીને કૉંગ્રેસે વ્યાજબી ઠરાવી હતી અને તેને ટેકો આપ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer