બકિંગહામની તાજ હોટલમાં મોદી માટે ખાસ ગુજરાતી થાળી

બકિંગહામની તાજ હોટલમાં મોદી માટે ખાસ ગુજરાતી થાળી
લંડન, તા. 18: વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુકેના ચાર દિવસના પ્રવાસે આજે અહીં આવી પહોંચ્યા હતા. ભારતીય વડા પ્રધાન માટે ખાસ કરી તમામ શાકાહારી અલ્પાહાર તૈયાર કરાયો  હતો. બકિંગહામ ગેટ વિસ્તારમાં સેન્ટ જેમ્સ કોર્ટ તાજ હોટેલના એક્ઝિકયુટીવ શેફ શેનોય કરમાનીને તે સારુ નિયુક્ત કરાયા હતા. કરમાનીની 8 સભ્યોની ટીમે ‘ઘર કા ખાના’ નામે આ અલ્પાહાર તૈયાર કર્યો હતો, જેના મેનુમાં ચા, કોફી, પૌઆ, ઉપમા, પુરી, ભાજી અને શીરા અને અન્ય પ્રણાલિગત વાનગીઓનો સમાવેશ થતો હતો.
બકિંગહામની તાજ હોટેલ ખાતેના બપોરના ભોજનમાં વડા પ્રધાનને ખમણ, ઢોકળા, ખાંડવી, દાળ, દાળ પકોડા, તોરાઈ મસાલા, સ્ટફ્ડ કારેલા,પનીર ભુરજી અને ખીચડી વ. તૈયાર કરાયા હતા.
અમલીકરણ પર ભાર મૂક્યો હતો.
ભારત અને નોર્ડિક રાષ્ટ્રો સમીટમાં, વૈશ્વિક સલામતી, આર્થિક વૃદ્ધિ, પ્રયોગશીલતા અને જળવાયુ પરિવર્તન સંબંધિત મુદ્દે સહકાર ગાઢ બનાવવા સંમત થયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer