યુનોની સલામતી સમિતિમાં ભારતના કાયમી સભ્યપદને પાંચ દેશનો ટેકો

યુનોની સલામતી સમિતિમાં ભારતના કાયમી સભ્યપદને પાંચ દેશનો ટેકો
સ્ટોકહોમ, તા. 18: પાંચ નોર્ડિક દેશો- સ્વિડન, ડેન્માર્ક, આઈસલેન્ડ, નોર્વે અને ફિનલેન્ડ- એ સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)ની સુધારેલી અને વિસ્તૃત સલામતી સમિતિમાં ભારતના કાયમી સભ્યપદ મેળવવા માટેના ભારતના પ્રયાસને ટેકો આપ્યો હતો. અહીં પ્રથમ ઈન્ડો-નોર્ડિક સમીટ યોજાયા બાદ જારી કરાયેલાં સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે વડાપ્રધાન અને આ પ દેશોના સમકક્ષોએ, 21મી સદીની વાસ્તવિકતાઓ પ્રતિ યુનો વધુ ઉત્તરદાયી/ અસરદાર બને તે અંકે કરવાના યુનો અને તેના વડાના પ્રયાસો માટેના પોતાના ટેકાને દૃઢાવ્યો હતો. ‘સહભાગી મૂલ્યો, પારસ્પરિક સમૃદ્ધિ’ નામક આ સમીટમાં ભાગ લેનાર મોદી અને તેમના ઉક્ત પાંચ સમકક્ષોએ ટકાઉ વિકાસ માટેના 2030ના એજન્ડાના પૂર્ણ અમલીકરણ તથા પેરિસ સમજૂતીના મહત્ત્વાકાંક્ષી અમલીકરણ પર ભાર મૂક્યો હતો.
ભારત અને નોર્ડિક રાષ્ટ્રો સમીટમાં, વૈશ્વિક સલામતી, આર્થિક વૃદ્ધિ, પ્રયોગશીલતા અને જળવાયુ પરિવર્તન સંબંધિત મુદ્દે સહકાર ગાઢ બનાવવા સંમત થયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer