કોહલીનો IPLમાં સૌથી વધુ રનનો રેકોર્ડ

કોહલીનો IPLમાં સૌથી વધુ રનનો રેકોર્ડ
મુંબઈ, તા.18: ગઇકાલે રમાયેલા મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 92 રનની ઇનિંગ રમનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન વિરાટ કોહલી આઇપીએલમાં સૌથી વધુ રન કરનારો બેટસમેન બની ગયો છે. કોહલીએ આઇપીએલમાં 1પ2 મેચમાં કુલ 4પપ9 રન બનાવ્યા છે અને આ તમામ રન એક જ ટીમ બેંગલોર તરફથી બનાવ્યા છે. કોહલી આ સિઝનમાં પ000નો આંકડો પાર કરી શકે છે. કોહલીના નામે 4 સદી અને 34 અર્ધસદી છે. જો કે કોહલીની 92 રનની શાનદાર ઇનિંગ બેંગ્લોરને મુંબઈ સામે જીત અપાવી શકી ન હતી. મુંબઈની ટીમે 20 ઓવરમાં 213 રન કર્યા હતા. જેમાં સુકાની રોહિત શર્માના 94 રન મુખ્ય હતા. જવાબમાં બેંગ્લોરની ટીમ 8 વિકેટે 167 રન કરી શકી હતી. આથી કોહલીની ટીમનો 46 રને પરાજય થયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer