પોલીસ પૂછપરછને લીધે શમીને મૂકીને દિલ્હીની ટીમ બેંગ્લોર રવાના

પોલીસ પૂછપરછને લીધે શમીને મૂકીને દિલ્હીની ટીમ બેંગ્લોર રવાના
કોલકતા, તા.18: ક્રિકેટર મોહમ્મદ શમી તેની પત્ની હસીન જહાં દ્વારા થયેલા ઘરેલુ હિંસા અને આડા સંબંધના આરોપોનો સામનો કરી રહ્યો છે. પત્ની હસીન જહાંની ફરિયાદ પરથી પોલીસે શમીને સમન્સ મોકલ્યું છે. આથી શમીને કોલકતા રોકાઇ જવું પડયું છે. તે કોલકતા ખાતે દિલ્હી ડેર ડેવિલ્સ તરફથી રમતા નાઇટ રાઇડર્સ સામે રમવા આવ્યો હતો. દિલ્હીની ટીમ હવે પછીનો મેચ રમવા બેંગ્લોર રવાના થઇ છે. શમી ટીમ સાથે નથી. શમી આજે બપોરે કોલકતા પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસે શમીની પૂછપરછ કરી હતી. દિલ્હીની ટીમનું માનવું છે કે 21 એપ્રિલના મેચ પહેલા શમી ટીમ સાથે જોડાઇ જશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer