જો લક્ષણયુક્ત શિક્ષણ આપીશુ તો જ સંસ્કારયુક્ત સમાજ તૈયાર થશે

જો લક્ષણયુક્ત શિક્ષણ આપીશુ તો જ સંસ્કારયુક્ત સમાજ તૈયાર થશે

રાજકોટ: શ્રી પ્રમુખ સ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજકોટ શહેરમાં વિવિધ સામાજીક અને શૈક્ષણિક કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત રાજકોટ ઇઅઙજ સ્વામિનારાયણ મંદિર ખાતે વિષય પર ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ  યોજાયેલો. કાર્યક્રમની શરૂઆત મંદિરમાં ભગવાનના દર્શન અને નીલકંઠવર્ણીના અભિષેકથી કરવામાં આવી. ત્યાર બાદ સંતો અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પ્રેરક વિડિયો શો અને થીમને અનુરૂપ સ્કીટની હૃદયસ્પર્શી રજૂઆત યુવકો દ્વારા કરવામાં આવી. કાર્યક્રમમાં સ્વાગત ઉદ્બોધનના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર ડો. મેહુલભાઈ રૂપાણીએ પોતાની અભિવ્યક્તિ રજૂ કરી. સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.કમલભાઈ ડોડીયાએ પણ ઉદ્બોધન કર્યું હતું.
આ સેમીનારમાં શ્રી અપૂર્વમુનિ સ્વામીએ ‘ફીચર્સ ઓફ ફેકલ્ટી’ વિષય પર વકતવ્યનો લાભ આપ્યો હતો. જેમાં તેઓએ ટીચ વેલ, ચેરીટ વેલ અને રીલીજીયસ વેલ વિષય પર હાજર રહેલ સૌ કોઈને શિક્ષણલક્ષી મુલ્યોને જીવનમાં દ્રઢ કરવાનો નિર્ધાર કર્યા હતો. જેમાં ટીચ વેલની અંદર છાત્ર સાથેનો શિક્ષકનો વાણી, વર્તન અને વ્યવહારના વિચારો કેવા હોવા જોઈએ તેના પર વિવિધ દ્રષ્ટાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. ચેરીટ વેલની અંદર એક શિક્ષક તરીકે સમાજ સાથેનો નાતો, સમાજ સાથેના સંબંધો અને સમાજને ઉજાગર કરવાની વાતો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રીલીજીયસ વેલ વિષયમાં એક શિક્ષક તરીકે પરમાત્મા સાથેનો નાતો અતૂટ અને મજબૂત હોવો જોઈએ તેના પર ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન એવા ડો.એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબના વાક્ય ટાંકતા કહેલું,  એટલે કે જો તમે આધ્યાત્મિક રીતે પવિત્ર હશો તો જ તમે સમાજને પ્રદાન કરી શકશો તેમ જણાવેલ. અપૂર્વમુનિ સ્વામીના ‘ફીચર્સ ઓફ ફેકલ્ટી’ વિષય પર કહ્યું કે, શિક્ષણનું હૃદય અને હૃદયને શિક્ષિત કરવું એ છે. જો લક્ષણ યુક્ત શિક્ષણ આપીશું તો જ સંસ્કાર યુક્ત સમાજ તૈયાર થશે. શિક્ષકોનો પ્રેમસભર સ્વભાવ વિદ્યાર્થીઓનો અભિગમ બદલી શકે છે. શિક્ષકનો હેતુ વિદ્યાર્થીની શ્રેષ્ઠતાને પ્રગટ કરવાનો છે. આપણી ધાર્મિકતા એ વિનાશી નહીં પરંતુ વિકાસી છે. કાર્યક્રમમાં રાજકોટના શિક્ષણ જગતના અગ્રણીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્ટિંગ વાઈસ ચાન્સલર ડો.કમલભાઈ ડોડિયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સલર ડો.પ્રતાપસિંહ ચૌહાણ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર્સ ડો.મેહુલભાઈ રૂપાણી, ડો.ભાવિનભાઈ કોઠારી, ડો.ગિરીશભાઈ ભિમાણી, ડો.વિજયભાઈ પટેલ, ડો.અમિતભાઈ હાપાણી, ડો.ધરમભાઈ કાંબલીયા, ડો.હરદેવસિંહ જાડેજા, ડો.રમેશભાઈ વાઘાણી, આર.કે.યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શિવલાલ રામાણી, મારવાડી યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી નરેશભાઈજાડેજા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમમાં રાજકોટ શહેરના 2000થી પણ વધુ કોલેજના શિક્ષણ જગતના ફેકલ્ટીસ હાજર હતા. કાર્યક્રમના અંતમાં તમામ પ્રસાદ લઈને એક આદર્શ શિક્ષક, આદર્શ ફેકલ્ટી બનવાની પ્રેરણા લીધી હતી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer