સદ્ગુરુનગરમાં વૃદ્ધાને નિશાન બનાવતી સમડી સગીરાનું અપહરણ કરનાર રિક્ષાચાલક ઝડપાયો


ગાંધીગ્રામમાં ક્રિકેટ સટ્ટામાં ત્રણ શખસોની ધરપકડ
રાજકોટ, તા.1પ : રુડાનગર- ર પાસેના સદ્ગુરુનગરમા રહેતા શારદાબેન અંગતલાલ શર્મા નામના વૃધ્ધા તેના ઘર પાસે હતા ત્યારે બાઈક પર બે શખસો ધસી આવ્યા હતા અને શારદાબેન શર્માના ગળા પર ઝોંટ મારી રૂ.પપ હજારની કિંમતના સોનાના ચેઈનની ચીલઝડપ કરી નાસી છુટયા હતા.
આ બનાવ અંગે પોલીસે શારદાબેન  શર્માની ફરિયાદ પરથી બે અજાણ્યા શખસો વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.
સગીરા :
કોઠારિયા રોડ પરના વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાનું લગ્નની લાલચ આપી અજાણ્યો શખસ અપહરણ કરી ગયાની ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
દરમિયાન ભકિતનગર પોલીસે બાતમીના આધારે ગોંડલ ચોકડી પાસેથી મુળ ભાણવડમાં આહીર સમાજની વાડી પાસે રહેતો અને હાલમાં રામદેવપીર ચોકડીથી આગળ શ્રધ્ધા પાર્કમાં ભાડાના મકાનમાં રહેતા સામત લીલા કરથીયા નામના સગર રિક્ષાચાલકને સગીરા સાથે ઝડપી લીધો હતો.
ક્રિકેટ : ગાંધીગ્રામના ગાંધીનગર-8માં રહેતા કિરીટ મનસુખ કક્કડ નામનો લોહાણા શખસ તેના મકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે દરોડો પાડયો હતો અને કિરીટ મનસુખ કક્કડ, જય રાજેશ કક્કડ અને પારસ પ્રભુદાસ ઉનડકટ નામના ત્રણેય લોહાણા શખસોને ઝડપી લીધા હતા અને પાંચ મોબાઈલ, એક હિસાબ લખેલી ચોપડી, બોલપેન, ટીવી સહિત રૂ.ર1,પ00નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આજીડેમમાં ડૂબી ગયેલા યુવાનની લાશ મળી
રાજકોટ, તા.1પ: માંડાડુંગર પાસે રહેતો સાગર નરસીભાઈ બારૈયા નામનો કોળી યુવાન અને મયુરનગર મેઈન રોડ પરના મફતિયાપરામાં રહેતી છાંયા વલ્લભ કોળી યુવતી નામના બંને પ્રેમી પંખીડા ગઈ કાલે બપોરના આજીડેમ ખાતે નહાવા ગયા હતા અને ડેમમાં નહાવા પડયા બાદ ડૂબી જવાથી બંનેના મૃત્યુ નીપજ્યાં હતાં.
આ બનાવ અંગેની જાણ થતાં પોલીસ તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને છાયા કોળીનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે સાગરનો મૃતદેહ નહીં મળતા શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન આજે સવારે સાગર કોળીનો મૃતદેહ મળી આવતા પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer