ઇ-ચલણનો પ્રારંભ: 74 વાહનચાલક દંડાયાં


રાજકોટ, તા. 15: ટ્રાફિક નિયમના ભંગના સંદર્ભમાં વાહનચાલકોને ઇ-ચલણ આપવાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે 74 વાહનચાલકો સીસીટીવી કેમેરામાં કેદ થતાં ઇ-ચલણ આપવામાં આવ્યા હતાં.
જે શહેરમાં સીસીટીવી કેમેરા લગાડવાની કાર્યવાહી લગભગ પૂર્ણ થવામાં છે તેવા શહેરમાં ઇ-ચલણનો અમલ શરૂ કરાયો છે. રાજયના ગૃહ વિભાગના હુકમથી ઇ-ચલણનો આપવાનો પ્રારંભ કરાયો છે. રાજકોટ સહિતના શહેરમાં ઇ-ચલણની પ્રથા શરૂ છે.  પ્રથમ દિવસે જ શહેરમાં 74 જેટલા વાહનચાલકો અને માલિકોને ઇ-ચલણ અપાયા હતાં. જેમાં ટ્રાફિક નિયમનો ભંગ કરીને ચાલુ વાહને મોબાઇલ ફોન પર વાત કરવા અંગે 37, દ્વિચક્રી વાહન પર ત્રણ સવારી મુસાફરી કરવા અંગે 30 અને રોંગ સાઇડમાં વાહન ચલાવવા અંગે 7 મળી કુલ 74 જેટલા વાહનચાલકને ઇ-ચલણ અપાયા હતાં. શહેરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની યાદીમાં જણાવ્યા પ્રમાણે એક જ દિવસમાં 74 ઇ-ચલણ (મેમો) આપવામાં આવ્યા હતાં અને સમાધાન શુલ્ક પેટે રૂ. 40,800 વસૂલવામાં આવ્યા હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer