દહેજમાં એક વર્ષમાં 25,000 કરોડનું રોકાણ આવ્યું

અમદાવાદ તા.15: દેશ -વિદેશની કંપનીઓ તરફથી  દહેજમાં પેટ્રોલીયમ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનમાં એક વર્ષમાં રૂ.25,163 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. દેશ-વિદેશની નામી કંપનીઓએ દહેજમાં નાણાં રોક્યા છે.
સ્વદેશી ઇમામી ગ્રુપ,એમઆરએફ લિ.,ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લી. બોદલ કેમિકલ્સ લી. અને જીએચસીએલ-નાલ્કો  આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લી. એઁ ગ્રીનફિલ્ડ અને બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ માટે દરખાસ્ત કરી છે.
પેટ્રોલિયમ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન ભરૂચ જિલ્લામાં વાગરાના 44 ગામોમાં ફેલાયેલો છે.જેમાં  દહેજ સેઝ અને વિલાયત અને સાયકા ના સમાવેશ થાય છે. વિદેશી કંપનીઓ દ્વારા 950 કરોડના પ્રોજેકટ દરખાસ્ત કરાયા  છે. જેમાં દક્ષિણ કોરિયા સ્થિત કુકડો કેમિકલ્સ જેણે 320 કરોડના રોકાણ , સ્વિડિશ કેમિક્લ્સ પરસ્ટોર્પ દ્વારા 650 કરોડની દરખાસ્ત કરવામાં આવી છે.  જીઆઇડીસીના મેનેજીંગ ડિરેક્ટર ડી .થારાએ કહ્યું હતું કે અહીં એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટને ફાયદો થશે. અને અંદાજે 14000 નોકરીવાંછુઓને તક મળશે. આ કંપનીઓને મોટે ભાગે સાયકા જીઆઇડીસી એસ્ટેટમાં 5000 હેકટર જગ્યા ફાળવવામાં આવી છે.જ્યાં 650 યુનિટ આવેલા છે. જેમાં અંદાજે ઓએનજીસી પેટ્રો સહિતના 200 યુનિટ પ્રોડકશનમાં ગયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer