હાઈકોર્ટ જજની નિયુક્તિમાં સગાવાદ? પીએમઓને ફરિયાદ

હાઈકોર્ટ જજની નિયુક્તિમાં સગાવાદ? પીએમઓને ફરિયાદ
નવીદિલ્હી, તા.1પ: અલ્હાબાદ હાઈકોર્ટ કોલેજીયમ દ્વારા દેશની સૌથી મોટી હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિયુક્તિ માટે કરવામાં આવેલી ભલામણો પણ વિવાદમાં ઘેરાઈ ગઈ છે.
33 વકીલોને જજ તરીકે નિયુક્ત કરવાની ભલામણોમાં સગાવાદના આરોપો લાગ્યા છે અને આ બારામાં કાયદા મંત્રાલયથી લઈને વડાપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદો પહોંચી છે. આ ફરિયાદોને તપાસાર્થે ઈન્ટેલિજન્સ બ્યુરોને હવાલે કરી દેવામાં આવી છે.
આ ભલામણો વિશે એવું કહેવામાં આવે છે કે 11 એવા વકીલને જજ બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે જે વર્તમાન જજ અને નિવૃત્ત જજોના નજીકના સગા કે સંબંધી છે. આ પહેલા 2016માં પણ અલ્હાબાદ કોલેજીયમ આવા જ વિવાદમાં સપડાઈ હતી. એ વખતે પણ જજો અને નેતાઓના સગાઓનાં નામનાં સૂચનની ફરિયાદો ઊઠી હતી. આ વખતે પણ આવાં જ વિવાદનું પુનરાવર્તન થઈ રહ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer