એન્કાઉન્ટરથી બચવું હોય તો ભાજપ નેતાઓને ‘મેનેજ’ કરો

એન્કાઉન્ટરથી બચવું હોય તો ભાજપ નેતાઓને ‘મેનેજ’ કરો
યુપીમાં ગુંડા સાથે સેટિંગ કરનાર પોલીસ અફસર સસ્પેન્ડ

લખનઉ, તા. 15 : છેલ્લા એક વર્ષમાં એક હજારથી વધારે એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. જેમાં પ0થી વધુ મૃત્યુ થયા છે. ઉત્તરપ્રદેશમાં થઈ રહેલા એન્કાઉન્ટર સામે સવાલો પણ ઉઠી રહ્યા છે. જો કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અગાઉ જ સ્પષ્ટતા કરી હતી કે એન્કાઉન્ટર જારી રહેશે. આ દરમિયાન એક ચોંકાવનારી ઓડિયો ક્લિપ જારી થઈ છે. જેમાં એક ઈન્સપેક્ટર અપરાધીને સલાહ આપી રહ્યા છે કે, તેનું નામ હિટલિસ્ટમાં સૌથી ઉપર છે અને ભાજપના વિધાયક અને પક્ષના જીલ્લા અધ્યક્ષને મળીને સમાધાન કરી શકે છે.
વિવાદાસ્પદ ઓડિયો ક્લિપ જારી થયા બાદ ઈન્સપેક્ટર સુનીત કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ અપરાધી લેખરાજ યાદવને સલાહ આપી રહ્યા હતા. લેખરાજે ઈન્સપેક્ટર સાથેની વાતચીત ગયા શુક્રવારના રોજ રેકોર્ડ કરી હતી. આ વાતચીતના થોડા સમયમાં જ એન્કાઉન્ટર થયું હતું. જેમાં લેખરાજ નાસી છુટવામાં સફળ
રહ્યો હતો.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer