સુલતાનપુર પાસેથી ખનીજચોરી ઝડપાઇ: 13 શખસો પકડાયા: લાખોનો મુદ્દામાલ કબજે

સુલતાનપુર પાસેથી ખનીજચોરી ઝડપાઇ: 13 શખસો પકડાયા: લાખોનો મુદ્દામાલ કબજે
ગોંડલ/સુલતાનપુર, તા.1પ: ગોંડલ તાબેના સુલતાનપુર ગામ નજીક આવેલ ભાદર કાંઠા વિસ્તારમાંથી વ્યાપક ખનીજચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદના  પગલે પ્રો. એએસપી અમીત વસાવા તથા સ્ટાફે દરોડો પાડયો હતો અને 13 શખસોને ઝડપી લીધા હતા અને સાધન સામગ્રી સહિત રૂ.રપ લાખનો મુદામાલ કબજે કર્યે હતો.
ભાદર ડેમનો વ્યાપ ખુબ જ મોટો હોય સુલતાનપુરથી લઈ શિવરાજગઢ સુધી અનેક સ્થળોએ રેતી માફીયાઓ અડીગો જમાવીને પડયા છે તેમજ ખનીજચોરીનું પ્રમાણ પણ વ્યાપક વધ્યું હતું. ખનીજ માફીયા અને ખાણખનીજ વિભાગના અધિકારીઓની સાંઠગાંઠના કારણે બેફામ ખનીજચોરી કરવામાં આવી રહી છે.
પોલીસે દરોડા દરમિયાન રૂ.10 લાખની કિંમતનુ એક જેસીબી, રૂ.3 લાખની કિંમતનુ હુડકુ, નવ ટ્રેકટર સહીત લાખોનો મુદામાલ કબજે કર્યો હતો અને 13 શખસોને ઝડપી લીધા હતા અને સુત્રધાર કોણ-કોણ તે સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી હતી. ખનીજચોરી કૌભાંડમાં પોલીસ મુળ સુધી પહૌંચશે કે પછી વહીવટમાં વાંકુ પડતા ખનીજચોરીનો દરોડો પાડવામાં આવ્યો તે સહિતના મામલે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer