હની સિંઘનો ફરી બોલીવૂડમાં દબદબો !

હની સિંઘનો ફરી બોલીવૂડમાં દબદબો !
મ્યૂઝિક સેન્સેશન હનાસિંઘ થોડા સમયથી ગાયબ રહેતા વિશે ઘણી ચર્ચા પણ થઇ હતી હની સિંઘને સફળતાનો ચડતા  માટે તે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઇ ગયો છે. હનીના ફેન્સ તેને ખુબ મિસ કરી રહ્યા હતા. હનીના ગાયબ થઇ જવાથી બીજા ઘણા સિંગર્સ માર્કેટમાં આવી ગયા હતા.  પરંતુ હની સિંઘે સોનુ કે ટીટુ કી સ્વીટીના ગીત દિલ ચોરી અને છોટે છોટે પેગ દ્વારા હની સિંઘે બોલિવુડમાં વાપસી કરી હતી.  હનાસિંઘની ગેરહાજરીમાં માર્કેટમાં છવાયેલા તે તમામ સિંગર્સના રેકોર્ડ હનીએ પરત ફરતા જ તોડી નાંખ્યા હતા. હની સિંઘના બંને ગીતોના યુટયુબ પર 300 મિલીયનથી વધુ વ્યૂઝ થઇ ગયા છે.
નાના બાળકથી લઇને યુવાનો અને વૃદ્ધો પણ હની સિંઘના દિવાના બન્યા હતા અને તે દરેકના મોઢે આજે હની સિંઘના ગીત ગવાતા થઇ ગયા છે. દિલચોરી સોંગના 210 મિલીયન અને છોટે છોટે પેગના 90 મિલીયન વ્યૂઝ થઇ ગયા છે. હની સિંઘના આવવાથી બોલિવુડના મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીનું રેવોલ્યુશન થઇ ગયુ છે.  હનાસિંઘનું મૂળ વાત હિદેશાસિંઘ છે અને તે મૂળ પંજાબનો રહેવાસી છે. હનાસિંઘ છેલ્લે ઇન્ડિયા રો ચેલેન્જમાં દેખાયો હતો અને તેની પત્નીને પણ પહેલી વાર તેજ શોમાં બધા સાથે ઇન્ટ્રોડયૂઝ કરાવી હતી.
ત્યારબાદ તે ગાયબ જ થઇ ગયો હતો પરંતુ તેની ધમાકેદાર એન્ટ્રીથી ફરી બોલિવુડ હચમચી ગયુ છે. દરેક સિંગર્સને હવે કહેવાનું મન થાય કે બી કેરફૂલ હની સિંઘ ઇઝ બેક..!!!

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer