બાગી-2ની કમાણી 200 કરોડ નજીક પહોંચી

બાગી-2ની કમાણી 200 કરોડ નજીક પહોંચી
હોનહાર અભિનેતા ટાઇગર શ્રોફની લેટેસ્ટ ફિલ્મ બાગી ટુની કમાણી બસો કરોડની લગોલગ પહોંચી જતાં ટાઇગર પદ્માવતની કમાણીની નજીક પહોંચી ગયો હોવાની માહિતી મળી હતી. ફિરોઝ નડિયાદવાલાની મૂળ ફિલ્મ બાગી જેની સિક્વલ બાગી ટુ છે એ પણ આવો દેખાવ બોક્સ ઓફિસ પર કરી શકી નહોતો. ફિરોઝની ઓરિજિનલ ફિલ્મ અને એની સિક્વલ ફિલ્મ બંનેનું ડાયરેક્શન કોરિયોગ્રાફર કમ ફિલ્મ સર્જક અહમદ ખાને કર્યું હતું. બંનેમાં ટાઇગર અને એની કહેવાતી ગર્લફ્રેન્ડ દિશા પટણી ચમક્યાં હતાં. બાગી ટુમાં ટાઇગરે હોલિવૂડના ટોચના કલાકાર સિલ્વેસ્ટર સ્ટેલોન અને જેકી ચાન બંનેના મિક્સ એવા કેટલાક દિલધડક સ્ટંટ જાતે કર્યાં હતા.  ફિલ્મ રજૂ થયાના પહેલા જ સપ્તાહમાં ફિલ્મે 100 કરોડ કમાઇ લીધા હતા. હવે એની કમાણી બસો કરોડની આસપાસ પહોંચી રહી હોવાનું ટ્રેડ પંડિત તરણ આદર્શે ટ્વીટર પર નોંધ્યું હતું. ટાઇગરના પિતા જેકી શ્રેાફની લગભગ ત્રીસ બત્રીસ વર્ષની કારકિર્દીમાં જેકી જે ન કરી શક્યો એ એના પુત્રે માત્ર પાંચેક ફિલ્મો પછી કરી બતાવ્યું અને એ પિતા કરતાં સવાયો સાબિત થયો છે.
બાગી ટુની સફળતાના પગલે ટાઇગરને ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરે પોતાની 2012ની સુપરહિટ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યરની સિક્વલમાં લીધો હતો.
મૂળમાં બે હીરો અને એક હીરોઇન હતી. સિક્વલમાં એનાથી ઊલટું હશે. ટાઇગર સાથે બે હીરોઇન હશે અને ટાઇગરની ક્ષમતા જોઇને કરણે ક્રીપ્ટમાં થોડા એક્શન સીન્સ પણ ઉમેરાવ્યાં હતાં.    

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer