કરીનાની ફિલ્મ વીરે દી વાડિંગ જૂનમાં રજૂ થશે

કરીના કપૂર ફરી એકવાર સંપૂર્ણપણે સક્રિય થઇ ગઇ છે.' તેની પહેલી જુનના દિવસે વીરે દી વાડિંગ રજૂ કરવામાં આવનાર છે. જેમાં સોનમ કપૂર અને સ્વરા ભાસ્કર પણ છે. કરીના બીજી ઇનિંગ્સમાં પણ વધુને વધુ ફિલ્મો કરવા માટે તૈયાર થઇ ગઇ છે.
તે હાલમાં વીરે દી વાડિંગમાં કામ કરી રહી છે.
આ ફિલ્મનું શાટિંગ પૂર્ણ થવા આવ્યું છે. ફિલ્મકાર વિશાલ ભારદ્ધાજ હવે કરીના કપૂર સાથે વધુ એક ફિલ્મ બનાવવાની યોજના ધરાવે છે.' કરીના કપૂર સાથે વિશાલે ઓમકારા ફિલ્મ બનાવી હતી.' વિશાલે ફરી એકવાર કરીના સાથે ફિલ્મ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. વિશાલે પોતાની ફિલ્મ રંગુનના ક્રીનિંગ વેળા આ વાત કરી હતી. વિશાલે કહ્યું હતું કે તેઓ કરીનાના મોટા ચાહક તરીકે છે. અમારા બંને વચ્ચે સારા સંબંધ રહ્યા છે. તે એક શાનદાર અભિનેત્રી રહી છે. તેઓ કરીના સાથે વધુ એક ફિલ્મ કરવા માટેની ઇચ્છા ધરાવે છે. કરીના કપૂર બોલિવૂડમાં ટૂંક સમયમાં વધુ કેટલીક ફિલ્મો સાઇન કરી શકે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer