મિયામી ઓપનમાં જાપાની ખેલાડી નાઓમીએ સેરેનાને હાર આપી

મિયામી ઓપનમાં જાપાની ખેલાડી નાઓમીએ સેરેનાને હાર આપી
મિયામી, તા.22: જાપાનની 20 વર્ષીય નાઓમી ઓસાકાના જબરદસ્ત ફોર્મ સામે 23 વખતની ગ્રાંડસ્લેમ વિજેતા અમેરિકાની સ્ટાર સેરેના વિલિયમ્સનો અનુભવ કામ આવ્યો ન હતો. મિયામી ઓપનના પહેલા રાઉન્ડમાં જ નાઓમી ઓસાકાએ અપસેટ કરીને વાપસી કરનાર સેરેના વિલિયમ્સને 6-3 અને 6-2થી હાર આપી હતી. ગત સપ્તાહે ઇન્ડિયન્સ વેલ્સનો ખિતાબ જીતનાર 22મા નંબરની જાપાની ખેલાડી નાઓમીએ મિયાની ઓપનના પહેલા રાઉન્ડમાં દિગ્ગજ સેરેનાને રોળી નાંખી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer