ખોડલધામ મહિલા સમિતિ દ્વારા પ્રતિભાવાન મહિલાઓનું સન્માન

ખોડલધામ મહિલા સમિતિ દ્વારા પ્રતિભાવાન મહિલાઓનું સન્માન

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતની ઉપસ્થિતિ
રાજકોટ, તા.13:  ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ અને રાજકોટ પોલીસ સુરક્ષા સેતુ સોસાયટીના સંયુકત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત જુદા જુદા ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ અને પ્રમુખ પરેશભાઈ ગજેરા, પોલીસ કમિશનર અનુપમાસિંહ ગહેલોત, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનનાં પ્રમુખ વલ્લભભાઈ સતાણી તથા ટ્રસ્ટીગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ખોડલધામ ટ્રસ્ટના મહિલા ટ્રસ્ટી શર્મિલાબેન બાંભણીયાનાં માર્ગદર્શન હેઠળ ખોડલધામ યુવતી સમિતિ દ્વારા સરદાર પટેલ ભવન પહેલો માળે એ.સી. હોલ, ચંદ્રેશનગર પાણીનાં ટાંકાની સામે, માલવીયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી મવડી પ્લોટ રાજકોટ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં જુદા-જુદા ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં 20 વર્ષથી સશક્તિકરણ અને ગરીબ બાળકોને શિક્ષણ માટે કામ કરતાં અનારબેન પટેલ, બિઝનેસ વુમન અને પટેલ એન્જિનિયારિંગ લીમીટેડના ડેપ્યુટી ડાયરેક્ટર અને કુંવરજી મુળજી કેળવણી ટ્રસ્ટનાં ટ્રસ્ટી પ્રીતીબેન પટેલ, 2014માં બેસ્ટ વુમનનો એવોર્ડ મેળવનાર અને ટેસ્ટટયુબ બેબીમાં  પીએ.ડી.ની ડીગ્રી મેળવનાર તથા હાલમાં લેબમાં સીનીયર રીસર્ચ સાયન્ટીસ્ટ તરીકે કામ કરતા ધૃતિ બાબરીયા, એરોનોટીકલ એન્જિનયરીંગનો અભ્યાસ કરી એરક્રાફટમેન્ટેનન્સ એન્જિનિયર પાયલોટ તરીકે છેલ્લા 9 વર્ષથી કાર્યરત સરસ્વતી દેસાઈ, 9 વર્ષની ઉંમરથી ગાયનક્ષેત્રમાં સક્રિય યોગીતા પટેલ, ફેશન ડીઝાઇનર યેશા સોરઠીયા, 40 વર્ષથી ઇનડોર-આઉટડોર ફોટોગ્રાફી કરનાર જયાબેન હિરાણી, લેખક નીતાબેન સોજીત્રા, ઇન્ટરનેશનલ કક્ષાએ એશિયન મહિલા ફૂટબોલ ચેમ્પીયનશીપ ભારતીય ટીમમાં પસંદગી પામેલા ભાવનાબેન ખોયાણી, 17 વર્ષની વયે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કુચીપુડી ડાન્સફોર્મમાં નામ નોંધાવનાર નૃત્યાંગના ધુવા તોગડીયા, અનેક યોગા સ્પર્ધામાં ભાગ લેનાર નિલમ સુતરીયા અને સ્પીકર મનીષાબેન દુધાત તથા આઈ.એ.એસ. ધારા ભાલાળાનું સન્માન કરવામાં આવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer