શહેરમાં 25,000 ઢોર ઘટયાં !

શહેરમાં 25,000 ઢોર ઘટયાં !
રખડતા ઢોર પકડવાની મનપાની ઝુંબેશને પગલે
વર્ષ 2012માં પશુગણતરી વખતે 40 હજાર ઢોર નોંધાયાં હતાં હાલની સંખ્યા 15 હજાર
પાંચ વર્ષ બાદ હવે ટૂંક સમયમાં ફરી પશુગણતરી હાથ ધરાશે
રાજકોટ તા.13 : શહેરમાં ઢોરની સંખ્યા કેટલી ? ટૂક સમયમાં જ રાજ્યની પશુપાલન શાખા દ્વારા પશુગણતરી હાથ ધરાવા જઈ રહી છે. છેલ્લે વર્ષ 2012માં પશુગણતરી કરાઈ હતી જે તે સમયે 40,000 ઢોર નોંધાયાં હતાં પરંતુ આ અરસામાં શહેરમાં રખડતા ઢોરને પાંજરે પૂરવા મ્યુનિ.તંત્રએ હાથ ધરેલી ઝુંબેશના પરિણામે 25,000થી વધુ ઢોર ઘટયાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્માર્ટસિટીના મુખ્ય પ્રકલ્પોમાં શહેરને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્ત કરવાનો પ્રકલ્પ પણ શામેલ હતો અને તેને ધ્યાને લઈ મહાપાલિકાએ છાશવારે મુખ્યમાર્ગો પર રખડતા, નધણિયાતા ઢોરને પકડીને શહેર બહારનીપાંજરાપોળમાં સ્થળાંતરિત કર્યા. આમ રસ્તાઓ પરથી ઢોરોનો ત્રાસ ઓછો થતાં માત્ર રાહદારીઓ જ નહીં પરંતુ વાહનચાલકોએ પણ હાશકારો અનુભવ્યો છે.
મહાપાલિકાના વેટરનરી ઓફિસર ડો.બી.આર જાકાસણિયાના જણાવ્યાનુસાર વર્ષ 2012માં પશુગણતરી હાથ ધરાઈ ત્યારે શહેરમાં 40,000 ઢોર નોધાયાં હતાં હવે એ સખ્યામાં 15 હજાર આસપાસ થઈ ચૂકી છે. જે પાછળનું મુખ્ય કારણ મુખ્યમાર્ગો પરથી રખડતા ઢોરોના ત્રાસથી મુક્ત કરવાની ઝુંબેશ છે.
આ વખતે ‘િડઝીટલ’ પશુ ગણતરી !
મ્યુનિ.સૂત્રોના જણાવ્યાનુસાર રાજકોટમાં સરકાર દ્વારા પશુ ગણતરી વર્ષ 2017ના અંતમાં જ થવાની હતી પરંતુ ચૂટણીને લીધે આ કાર્યક્રમ મોકૂફ રહ્યો. પશુગણતરીં નાયબ પશુપાલન નિયામકની દેખરેખ હેઠળ થશે અને તેમાં મનપાનો સ્ટાફ પણ મદદરૂપ સાબીત થશે. વર્ષ 2012ની તુલનાએ આ વખતની પશુગણતરીમાં ડિઝીટલાઈજેશનને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ક્યું પશુ છે ? તેની જાત       કઈ છે ? કઈ ઓલાદ છે ? તેના માલિકનું નામ ? આધારકાર્ડ નબર સહિતની તમામ વિગતો ઓનલાઈન થઈ જશે. એટલુ જ નહીં જે સ્ટાફ આ કામગીરીમાં રોકાયો હશે તેઓને ટેબ્લેટ આપવામાં આવશે અને તેઓ સ્થળ પર જઈ, પૂરી વિગતો તપાસી ઓનલાઈન જ રજીસ્ટ્રેશન કરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer