IMC-પ્રવીણચંદ્ર વી. ગાંધી ચેર ઇન બૅન્કિંગ ઍન્ડ ફાઇનાન્સના ઉપક્રમે મુંબઈમાં શુક્રવારે પરિસંવાદ

IMC-પ્રવીણચંદ્ર વી. ગાંધી ચેર ઇન બૅન્કિંગ ઍન્ડ ફાઇનાન્સના ઉપક્રમે  મુંબઈમાં શુક્રવારે પરિસંવાદ
અરુંધતિ ભટ્ટાચાર્ય મુખ્ય વક્તા
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ, તા. 13 : આઈએમસી- પ્રવીણચંદ્ર વી. ગાંધી ચેર ઇન બૅન્કિંગ ઍન્ડ ફાઇનાન્સના ઉપક્રમે શુક્રવાર, 16 માર્ચના સાંજે પાંચ વાગે ‘બૅન્કિગ એસ એન ઇન્સ્ટ્રુમેન્ટ ટુ એક્સલરેટ ઇન્ડિયાસ ઇકોનોમિક ગ્રોથ’ વિષય ઉપર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈ યુનિવર્સિટીના કોન્વોકેશન હૉલમાં યોજાનારા આ પરિસંવાદનું આયોજન આઈએમસી ચેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી તથા મુંબઈ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય વક્તા સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયાનાં ભૂતપૂર્વ અધ્યક્ષ અરુંધતિ ભટ્ટાચાર્ય હશે, એમ ચેમ્બરના ટ્રસ્ટી તથા ભૂતપૂર્વ પ્રમુખ રામ ગાંધીએ કહ્યું હતું. મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. દેવેન્દ્ર શિંદે પણ પ્રવચન કરશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer