સતત 7મા દિવસે સંસદની કામગીરીનું ધોવાણ: નાણાં ખરડો ટલ્લે

સતત 7મા દિવસે સંસદની કામગીરીનું ધોવાણ: નાણાં ખરડો ટલ્લે
નવી દિલ્હી તા. 13: વિપક્ષો  દ્વારા આજે સતત સાતમે દિવસે ય વિરોધ કરવાનું ચાલુ રહેતાં લોકસભા અને રાજયસભા આજે ય મુલતવી રહ્યા હતા. સંસદની કામગીરીનું ધોવાણ થતાં  ’18-’19નો મહત્વપૂર્ણ એવો નાણાં ખરડો લોકસભામાં હાથ ધરી શકાયો ન હતે. તેમ જ ભાગેડુ આર્થિક ગુનાખોરો વિષયક ખરડા અને ચિટ ફન્ડ્સ(સુધારા)ખરડાને આગળ ધપાવવાનું સરકારનું આયોજન પણ રોળાયું હતું.
રાજયસભામાં પીએનબી કૌભાંડ વિશે, મતદાન થઈ શકે તેવા નિયમ  (168/169) તળે જ ચર્ચા કરવાના તીવ્ર આગ્રહ સાથે વિપક્ષોએ દેકારા ચાલુ કર્યા હતા.ગૃહના અધ્યક્ષ વેન્કૈયા નાયડુએ જાહેર અગત્યતાવાળી બાબત ઉઠાવી ટૂંકા ગાળાની ચર્ચા કરવા સબબ જે તે સભ્યે નોટીસ આપવાની રહે તેવી જોગવાઈવાળા નિયમ 176 હેઠળ જ બેન્ક ફ્રોડની ચર્ચાની છુટ અપાશે એમ સ્પષ્ટ જણાવ્યુ હતું. વિપક્ષોએ તેમનો આગ્રહ પકડી રાખતાં નાયડુએ ગૃહને અસરકારકપણે ચાલવા દેવા વિપક્ષોને અપીલ કરી હતી જે વ્યર્થ રહી હતી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer