છત્તીસગઢમાં નક્સલી હુમલો: 9 શહીદ

છત્તીસગઢમાં નક્સલી હુમલો: 9 શહીદ
સુકમા જિલ્લામાં ઈછઙિ ટુકડીના વાહનને ઉડાવી દેતાં માઓવાદી
10 વ્યકિતને ઈજા, ચારની હાલત ગંભીર
નવી દિલ્હી, તા. 13: છત્તીસગઢ રાજ્યના બસ્તર ડિવિઝનમાંના તનાવગ્રસ્ત સુકમા જિલ્લા કેન્દ્રીય અનામત પોલીસ દળ (સીઆરપીએફ)ના સુરક્ષાકર્મીઓ જે સુરંગ સામે સુરક્ષિત વાહન (એમપીવી)માં જઈ રહ્યા હતા તેની પર માઓવાદીઓએ આજે બપોરે 12ાા કલાકના સુમારે કરેલા હુમલામાં 9 કર્મીઓ શહીદ થયા હતા અને અન્ય દસને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તો પૈકી 4ની હાલત કટોકટીભરી હોવાનું કહેવાય છે. કર્મીઓ તેમના એમપીવીમાં કોમ્બિંગ કારવાઈ કરવાને નીકળ્યા હતા ત્યારે કિસ્તારામ વિસ્તારમાં આ હુમલો થયો હતે. ભારે વિસ્ફટકો વડે કર્મીઓના વાહનને ફૂંકી દેનાર બંડખોરોએ કેટલાક આઈઈડી પણ દાગ્યા હતા એમ  પોલીસ જણાવે છે. આ હુમલામાં પ્રાણ ખોનાર સીઆરપીએફ કર્મીઓનાં કુટુંબો પ્રતિ ગૃહમંત્રી રાજનાથસિંહે સાંત્વન વ્યક્ત કર્યું હતું. આ દુર્ઘટનાને તેમણે ગહન પીડાદાયી ગણાવી હતી. ટિવટર પર આમ જણાવી સિંહે સીઆરપીએફના ડીજીને છત્તીસગઢ જવા તાકીદ કરી હોવાનું જણાવ્યું હતું. હુમલા બાદ 208 કોબ્રાના પ્રતિસાદને (જુ>ઓ ર્પું 9)
પગલે નક્સલીઓ નાઠા હતા એમ સીઆરપીએફના પ્રવક્તા મોઝીસ દિનાકરને જણાવ્યું હતું. 
આજનો હુમલો આ જ રાજ્યમાં સુરક્ષાકર્મીઓએ દસ કથિત નક્સલીઓને ખત્મ કર્યાના અગિયાર દિવસ બાદ થયો છે.
ગયા વર્ષે 11 માર્ચે આ જ જિલ્લાના ભેજી વિસ્તારમાં નક્સલીઓએ પેટ્રોલ પાર્ટી પર કરેલા હુમલામાં દળોના બાર કર્મી શહીદ થયા હતા અને તેના થોડા દિવસ બાદ 24 એપ્રિલે સુકમામાં જ આવા હુમલામાં અર્ધલશ્કરી દળોના 2પ કર્મીઓ શહીદ થયા હતા.
આ છતાં આવા હુમલાઓ સામે કામ પાડવા સલામતી દળોને થોડે અંશે સફળતા મળતી આવી છે. છેલ્લાં બે વર્ષમાં છત્તીસગઢ જિલ્લામાં સલામતી દળો સાથેની અથડામણોમાં 300 નક્સલીઓ માર્યા ગયા છે એમ રાજ્યના ગૃહ મંત્રી રામસેવક પૈક્રાએ ગયા માસે વિધાનસભામાં જણાવ્યું હતું.
ઉક્ત બે હુમલામાં 37 કર્મીઓ ગુમાવ્યા બાદ ચાલુ માસના આરંભે સીઆરપીએફએ, આ નક્સલીઓ સામે સર્જીકલ કારવાઈઓ હાથ ધરી શકવાને પ્રથમ વાર રાજ્યના અબુઝમઢ વનમાં માઓવાદીઓના ગઢ સમા વિસ્તારમાં 3 કાયમી કેમ્પસ ઊભા કર્યાં છે. રાજ્ય પોલીસની ટુકડીઓ સાથે રહી અર્ધલશ્કરી દળે 4 હજાર ચોકિમીના ગાઢ અને અંતરિયાળ જંગલમાં 3 બેઈઝ ઊભાં કર્યાં છે. (અબુઝ એટલે અજાણી અને મઢ એટલે ટેકરી)

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer