વિરાટ નહીં, તેના બેટથી પણ ખુશ ડેનિયલ

વિરાટ નહીં, તેના બેટથી પણ ખુશ ડેનિયલ
નવી દિલ્હી તા.13 ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વેટે ગત નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે પ6 દડામાં જ સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો. ઇંગ્લેન્ડની આ મહિલા ક્રિકેટર પાસે હવે એક ખાસ હથિયાર પણ આવી ગયું છે. તેણીએ કહયું છે કે આ મહિનાના અંતમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ રમાનાર ત્રિકોણીય શ્રેણીમાં આ હથિયારનો તે ઉપયોગ કરશે.  ડેનિયલને ભારતીય સુકાની વિરાટ કોહલીએ બેટ ભેટ રૂપે આપ્યું છે. 2014માં કોહલી અને ડેનિયલની ડર્બીમાં મુલાકાત થઇ હતી. એ પછી ટી-20 વર્લ્ડ કપમાં કોહલીના શાનદાર પ્રદર્શન બાદ ડેનિયલે ટિવટ કરીને વિરાટ સામે લગ્નનો પ્રસ્તાવ મુકયો હતો. આ પછી અમે જયારે ફરી મળ્યા ત્યારે કોહલીએ મને સમજાવ્યું કે આ રીતે ટિવટ ન કરવું. ભારતમાં તેને ગંભીરતાથી લેવામાં આવે છે. મેં કહયું ઓકે સોરી. કોહલીના અનુષ્કા સાથે લગ્ન થયા ત્યારે ડેનિયલે અભિનંદન આપ્યા હતા. કોહલીએ હવે તેને એક બેટ ભેટમાં આપ્યું છે. જેનો ડેનિયલ ત્રિકોણીય શ્રેણીમાં ઉપયોગ કરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer