મોરબીમાં ત્રણ મકાન અને દુકાનને નિશાન બનાવતા તસ્કરો

મોરબીમાં ત્રણ મકાન અને દુકાનને નિશાન બનાવતા તસ્કરો
મોરબી, તા.13: અહીં નવલખી રોડ પર ત્રાટકેલા તસ્કરોએ અલગ અલગ ત્રણ  મકાન અને  દુકાનોના તાળાં તોડી ચોરી કરવાનો પ્રયાસ ર્ક્યો હોવાનું બહાર આવતા પોલીસે તપાસ હાથધરી છે.
રણછોડનગરમાં રહેતા જીતુભાઈ મનજીભાઈ વાળંદ અને પરિવારના સભ્યો અગાસી પર સૂતા હતા ત્યારે તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને કબાટમાંથી રૂ.12 હજાર રોકડાં તેમજ એક લાખના સોના ચાંદીના દાગીના ઉઠાવી      ગયા હતા.
બાજુમાં રહેતા સંજયભાઈ ઘોઘાભાઈના મકાનમાંથી લકી ચોરી ગયા હતા, આ ઉપરાંત આ જ વિસ્તારમાં અન્ય એક મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નવલખી રોડ પર રાજુ પાન નામની કેબીનના તાળાં તોડી બે મોબાઈલ અને સિગારેટના પેકેટ્સ ઉઠાવી ગયા હતા. આ અંગે પોલીસે ભોગ બનનારાંની ફરિયાદ લઈ તપાસ હાથધરી છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer