સરાની યુવતીએ હળવદમાં ગળાફાંસો ખાધો

સરાની યુવતીએ હળવદમાં ગળાફાંસો ખાધો
સરા તા.13: સરા ગામની યુવતીએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ જિંદગી ટુંકાવતા ગામમાં શોક ફેલાયો છે.  મૂળી તાલુકાના સરામાં રહેતા ગાવિંદભાઇ મનજીભાઇ ગોઠી  થોડા સમયથી હળવદ  રહેવા ગયા હતા ,ગાવિંદભાઇ અને મીનાબેનના સુખી દાંપત્યમાં સૌથી મોટી પુત્રી હિરલ  અને નાનો પુત્ર અક્ષય ઉર્ફે કાનો હતો. હિરલ અભ્યાસમાં નિપુણ હતી, છ મહિના પહેલા જ તેને ધાટીલા ગામે આવેલ પ્રા.શાળામાં શિક્ષકની નોકરી મળતા પરિવારમાં ખુશીનો માહોલ હતો.
ગત તા.12 ના રોજ નિત્યક્રમ મુજબ ફરજપર જવા રુમમાં તૈયારી કરતી હતી. પણ લાંબા સમય સુધી હિરલ બહાર ન આવતા તેની માતા મિનાબેને ટકોર કરવા છતા બહાર ન આવતા રુમ નો દરવાજો ખોલતા જ હિરલ પંખા સાથે ગળેફાસો ખાધેલી હાલતમાં જોતા મિનાબેન હાફળા ફાફળા બની ગયા હતા .બનાવની જાણ પોલીસને થતા હળવદ જમાદાર કેશુભાઇ સહીત સ્ટાફ ધટના સ્થળે દોડી જઇ લાશનો કબજો લઇ સરકારી દવાખાને  પી એમ અર્થે  લઈ જવાયો હતો. તેમનો મૃતદેહ વતન સરા લાવતા ગોઠી પરિવાર સહીત ગામમાં  ગમગીની છવાઈ હતી.  અંતિમક્રિયામાં સમસ્ત ગામ જોડાયું હતું. સહનશીલ અને હસમુખો સ્વભાવ ધરાવતી હિરલે આવુ પગલુ કેમ ભર્યુ હશે ? તેનુ કોઇ કારણ જાણવા મળ્યું નથી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer