પૌત્રીની ઉંમરની કિશોરીનો દેહ અભડાવનાર બે ડોસાની ધરપકડ

પૌત્રીની ઉંમરની કિશોરીનો દેહ અભડાવનાર બે ડોસાની ધરપકડ
બહેરા એવા વિધૂર ડોસાએ મેં તો માત્ર બે વખત જ કુકર્મ કર્યુ છે તો આંખે ઓછુ દેખતો શખસે મેં તો ખાલી અડપલા કર્યાની કબુલાત આપી
રાજકોટ, તા. 13: રાજકોટ શહેરમાં ઘૃણાસ્પદ અને ગઢપણને લજવી નાખતી ઘટના બની હતી.પૌત્રીની ઉંમરની બાર વર્ષની કિશોરીનો દેહ અભડાવીને બે વૃધ્ધે સગર્ભા બનાવી દીધી હતી.  પોલીસે નાનજી ધનજીભાઇ જાવિયા અને અરવિંદ લક્ષ્મણદાસ કુબાવત નામના બન્ને વૃધ્ધની ધરપકડ કરી હતી.બહેરા એવા વિધૂર નાનજીએ બે વખત કુકર્મ કર્યાની અને આંખે ઓછુ દેખતા અરવિંદે અડપલા કર્યાની કબુલાત આપતા તેના પર ફીટકાર વરસી રહ્યો છે.
કોઠારિયા રોડ  વિસ્તારમાં રહેતી બાર વર્ષની કિશોરી અને તેની માતા ગઇરાતના ભકિતનગર પોલીસ મથકે આવ્યા હતાં. કિશોરીએ વિતક વર્ણવતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયાહતાં.  ઇન્સ. વી.કે.ગઢવી,પીએસઆઇધાંધલિયા, ધાખડા વગેરેની પુછપરછમાં એવી વિગત પ્રકાશમાં આવી હતી કે, ધો.7માં અભ્યાસ કરતી ભોગ બનનાર કિશોરીના પિતા માનસિક બીમારી હોવાથી કોઇ કામ ધંધો કરી શકતા નથી. આથી તેનીમાતા પારકા કામ કરીને પુત્રી, પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે.આઠેક માસ પહેલા કિશોરી ઘેર હતી ત્યારે તેની પાસેના કવાર્ટરમાં રહેતા નાનજીભાઇએ તેને બોલાવીને ઘેર લઇ ગયા હતાં.
ત્યાં નીચેના કવાર્ટરમાં રહેતો અરવિંદ કુબાવત હાજર હતો. અંદર જતાં જ અરવિંદે કવાર્ટરનો દરવાજો બંધ કરી દીધો હતો. બાદમાં નાનજીએ કપડાં ઉતારીને કુકર્મ આચર્યુ હતું. એ પછી કપડા-વાસણ સાફ કરવા અને પૈસાની લાલચ આપીને કિશોરીને કવાર્ટરમાં બોલાવીને બન્ને કુકર્મ આચરતા હતાં.
તેના કારણે કિશોરી સગર્ભા બની ગઇ હતી.પાંચ દિવસ પહેલા પુત્રીનું પેટ વધી ગયેલુ જણાતા તેને મહિલા તબીબ પાસે લઇ જવામાં આવી હતી. ત્યાં સોનોગ્રાફી કરાવવાનું જણાવાયું હતું. તેનો રીપોર્ટમાં કિશોરી સગર્ભા હોવાનું અને તેને આઠ માસનો ગર્ભ હોવાનું જણાવાયુ હતું. આ સાંભળીને માતા હતપ્રભ થઇ ગઇ હતી. બાદમાં કિશોરીને પદ્મકુંવરબાહોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.  તે સતત ત્રણ દિવસ સુધી રડતી રહી હતી.પરંતુ તેની વિતક જણાવતી ન હતી. માતાની હુંફના કારણે અંતે ગઇકાલે કિશોરીએ તેની દર્દનાક વિતક વર્ણવી હતી. બાદમાં માતા, પુત્રી ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચી હતી. આ વિતક સાંભળીને પોલીસે તાકીદે તપાસ શરૂ કરીને બાબરિયા કોલોની કવાર્ટરમાં રહેતાં 66 વર્ષના વૃધ્ધ નાનજી ધનજીભાઇ જાવિયા અને 52 વર્ષના અરવિંદ લક્ષ્મણદાસ કુબાવતની ધરપકડ કરી હતી. પોલીસની પુછપરછમાં કાને ઓછુ સાંભળતા બહેરા એવા નાનજીએ તેની પત્નીનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયાની અને કિશોરીને પૈસા આપવાની લાલચ આપીને બે વખત કુકર્મ આચર્યાની કબુલાત આપી હતી.જયારે ઇલેકટ્રીક શોક લાગવાના કારણે આંખે ઓછુ દેખતા અરવિંદ કુબાવત અડપલા કર્યાની કબુલાત આપી હતી. આ બન્નેની આકરી સરભરા કરવામાં આવી હતી.બાદમાં બન્નેને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer