મૂળી બોર્ડના કેન્દ્રમાં CCTVની તોડફોડ: વીજ પુરવઠો કાપી નખાયો

ગાંધીનગરથી ફલાઇંગ સ્કવોડે આવી ફરી પૂર્વવત કર્યુ
મૂળી કેન્દ્ર બંધ કરવા ગાંધીનગરમાં રજૂઆત
વઢવાણ, તા. 13: ધોરણ 10-12ની પરીક્ષાઓ ગઇકાલથી શરૂ થઇ છે, ત્યારે મૂળી પરીક્ષા કેન્દ્રમાં તેજેન્દ્રપ્રસાદ સ્કૂલના રૂમમાં જયાં રીપીટરની પરીક્ષા ગોઠવાઇ છે, ત્યાં બે રૂમમાં લગાડેલા સીસીટીવી કેમેરા તોડી નાખી, વીજ પુરવઠો કાપી નાખ્યો હતો. કોઇ ટીખળીએ આ પરાક્રમ કરતા તેની જાણ ગાંધીનગર ફલાઇંગ સ્કોર્ડને થતા તે ગાંધીનગરથી મુળી દોડી આવ્યા હતાં. અને તાત્કાલિક વીજ પુરવઠો ચાલુ કરાવી એક કેમેરો કાર્યરત કરી પરીક્ષા ચાલુ રખાવી હતી.
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.સી. પટેલે જણાવ્યું કે, જિલ્લાના બે સંવેદન કેન્દ્ર પૈકી મુળી કેન્દ્રને સંવેદનશીલ જાહેર કરાયું છે. આ મુળી કેન્દ્ર અંગે ગાંધીનગર રજુઆત થઇ છે. ચાલુ પરીક્ષાએ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પુરતો બંદોબસ્ત ગોઠવ્યો છે. થાનગઢ અને મુળી સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer