જયાપ્રદાએ ખિલજી ગણાવ્યા બાદ આઝમ ખાને કહ્યું, ‘નાચવાવાળી’

જયાપ્રદાએ ખિલજી ગણાવ્યા બાદ આઝમ ખાને કહ્યું, ‘નાચવાવાળી’
રામપુર, તા. 11 : સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની ગણતરી પૂર્વ સાંસદ જયાપ્રદાએ પદ્માવતના ખિલજી સાથે કરતા વિવાદ શરૂ થયો છે. આ મામલે પલટવાર કરતા આઝમ ખાને કહ્યું હતું કે, જયાપ્રદા કોણ છે ? તેઓ નાચવા-ગાવાવાળાના મોઢે નથી લાગતા.
આઝમ ખાને જયાપ્રદાના નિવેદન મામલે કહ્યું હતું કે, તેઓ અત્યારે શિક્ષાના ક્ષેત્રમાં વ્યસ્ત છે અને જેવાતેવા લોકોની વાતોનો જવાબ આપવો સમય તેમની પાસે નથી.ખાને ઉમર્યું હતું કે, જો તેઓ નાચવા-ગાવાવાળાની વાતો ઉપર જવાબ આપવાનું શરૂ કરશે તો પછી રાજનિતી નહી કરી શકે. ગયા શનિવારે અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયાપ્રદાએ કહ્યું હતું કે, જ્યારે તેઓ પદ્માવત ફિલ્મના અલાઉદ્દીન ખિલજીને જોવે છે ત્યારે આઝમ ખાન યાદ આવે છે. કારણ કે ચૂંટણી સમયે આઝમ ખાને તેઓને હેરાન કરવાના ઘણા પ્રયાસો કર્યા હતા.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer