જાસૂસી મામલો: નવાઝુદ્દીનનો બચાવ કરતી તેની પત્ની

જાસૂસી મામલો: નવાઝુદ્દીનનો બચાવ કરતી તેની પત્ની
નવીદિલ્હી, તા.11: પોતાની પત્ની ઉપર જાસૂસી કરવાનાં આરોપથી વિવાદમાં ઘેરાયેલા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકીને હવે તેની જ પત્નીનો ટેકો મળી ગયો છે. નવાઝુદ્દીને પોતાની સામેનાં આક્ષેપો નકારી કાઢયા બાદ હવે તેની પત્ની આલિયાએ પણ સોશિયલ મીડિયાનાં માધ્યમથી પોતાનાં પતિ સામેનાં આરોપ નકારી કાઢયા હતાં. તેણે કહ્યું હતું કે તેમનાં લગ્નજીવન વિશે અનેક અફવાઓ ફેલાતી રહી છે પણ આ વખતે આંચકારૂપ સમાચારો ફેલાતા આ સ્પષ્ટતા કરવાની તેને ફરજ પડી છે. તેનાં કહેવા અનુસાર જાસૂસીનાં તમામ આરોપો ખોટા છે. સેલિબ્રિટી હોવાનાં કારણે પોતાનાં પતિને વારંવાર નિશાન બનાવાતો હોવાનું તેણે કહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer