‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ‘દયાબેને’ છોડયો શો ? ફરી અટકળો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ‘દયાબેને’ છોડયો શો ?  ફરી અટકળો
નવી દિલ્હી, તા.11 : સબ ટીવીના લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવતા અભિનેત્રી દિશા વકાણી હવે શોને ટૂંક સમયમાં અલવિદા કહેશે. એક વેબસાઈટમાં કરવામાં આવેલા દાવા અનુસાર દિશા જ્યારે ગર્ભવતી હતી ત્યારે પણ તેના શો છોડવાના અહેવાલો આવ્યા હતા પરંતુ તે વખતે નિર્માતાઓએ માર્ચમાં અભિનેત્રીની સિરિયલમાં વાપસીની વાત કરી હતી.
મીડિયા અહેવાલો અનુસાર દિશા મેટરનિટી લીવને કારણે લાંબા સમયથી શોથી ગાયબ છે. છેલ્લે તેણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શો માટે છેલ્લી વખત શૂટિંગ કર્યું હતું.અત્યારે તે પોતાના સંતાનને સમય આપવા માગતી હોવાથી હવે તેની વાપસી મુશ્કેલ છે એમ સૂત્રોએ કહ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer