ઇમરાનની ‘કૅપ્ટન નવાબ’ મુશ્કેલીમાં

ઇમરાનની ‘કૅપ્ટન નવાબ’ મુશ્કેલીમાં
જાસૂસી થ્રીલર ‘કૅપ્ટન નવાબ’નો હીરો ઈમરાન હાશ્મી છેલ્લાં છ વર્ષથી બૉલીવૂડમાં નિષ્ફળ રહ્યો છે, જે દરમિયાન તેની એક-બે નહીં પણ પૂરી 11 ફિલ્મો ફ્લોપ ગઈ હતી અને આવું હોવા છતાં હવે તેની વધુ ત્રણ ફિલ્મો નિર્માણના પંથે છે આ ફિલ્મો છે કૅપ્ટન નવાબ, ચીટ ઈન્ડિયા અને જીતુ જોસૅફની હૉરર થ્રીલર. જો કે બૉલીવૂડના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘કૅપ્ટન નવાબ’ ફિલ્મ કેટલાંક કારણોસર મુશ્કેલીમાં સપડાઈ છે. તેનું શૂટીંગ ઈમરાનની તારીખ બુક કરાઈ હોવા છતાં કામચલાઉ રીતે અટકાવી દેવાતાં ઈમરાનની અન્ય બે ફિલ્મોને તેનો ફાયદો થયો છે. સૂત્રોના અહેવાલ મુજબ ફિલ્મની પટકથા સંરક્ષણ મંત્રાલયને મોકલવામાં આવી હોઈ તેની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer