‘હઝારોં ખ્વાહિશેં ઐસી-2’માંથી ચિત્રાંગદાની બાદબાકી

‘હઝારોં ખ્વાહિશેં ઐસી-2’માંથી ચિત્રાંગદાની બાદબાકી
પોતાની ડેબ્યુ ફિલ્મ ‘હઝારો ખ્વાહિશેં ઐસી’માં અદ્ભુત અભિનય દ્વારા ચિત્રાંગદા સિંહે સમગ્ર બૉલીવૂડનું ધ્યાન તેની તરફ આકર્ષિત કર્યું હતું. મજબૂત કથાવસ્તુ ધરાવતી આ ફિલ્મથી ચિત્રાંગદાએ સમિક્ષકોનું દિલ જીતી લીધું હતું તેમ જ દર્શકોને પણ ખુશ કરી દીધા હતાં.
હવે સુધીર મિશ્રા આ ફિલ્મની સિક્વેલ બનાવવા ઉત્સુક હોઈ તેમણે તેની પટકથા પણ લગભગ તૈયાર કરી નાખી છે અને આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ કરાશે પરંતુ સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે જે ફિલ્મે પોતાના ડેબ્યુ દ્વારા ચિત્રાંગદા સિંહને આગવી ઓળખ આપી તેની જ સિક્વેલમાં ચિત્રાંગદા સિંહને લેવામાં નહીં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer