‘િલટલ સિંઘમ’ દ્વારા રોહિતે એનિમેશનમાં ઝંપલાવ્યું

‘િલટલ સિંઘમ’ દ્વારા રોહિતે એનિમેશનમાં ઝંપલાવ્યું
એકસન-કોમેડી ફિલ્મોના સફળ દિગ્દર્શક રોહીત શેટ્ટીએ એનિમેશન ક્ષેત્રે ઝંપલાવવાનો નિર્ણય લીધો હોઈ ટૂંક સમયમાં રોહીત ‘િલટલ સિંઘમ’ નામની એનિમેશન શ્રેણી લોન્ચ કરવાનો છે જે તેની લોકપ્રિય સુપર કોપ ફ્રેન્ચાઈઝ ‘િસંઘમ’ પરથી પ્રેરીત છે.આ એનિમેશન શ્રેણી ચાર ભાષામાં રજુ કરવામાં આવશે. અંગ્રેજી, હિન્દી, તામિલ અને તેલુગુ. વળી તેની ટેગ લાઈન પણ ખૂબ જ કેચી છે ‘પુલીસ કી વર્દી, શેર કા દમ; નામ હૈ મેરા લિટલ સિંઘમ’. આ શો પાંચ વર્ષથી 11 વર્ષ સુધીના બાળકોને ટાર્ગેટ કરીને બનાવવામાં આવ્યો હોઈ તેનું એપ્રીલ મહિનામાં ‘િડસ્કવરી કિડ્સ’ ચેનલ પર સર્વપ્રથમ પ્રસારણ કરાશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer