જ્યારે સંજયે ‘પદ્માવત’ માટે દીપિકાને રૂા. 500 આપ્યા

જ્યારે સંજયે  ‘પદ્માવત’ માટે દીપિકાને રૂા. 500 આપ્યા

અગાઉ ફિલ્મોની હેટ-ટ્રીક કરનારા સંજય લીલા ભણશાલી અને દીપિકા પદુકોણે હવે ચોથી ફિલ્મમાં સાથે કામ કરવાના છે કારણ સંજયે ‘ગોલીયો કી રાસલીલા : રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદમાવત’માં દીપિકા પાસેથી વધુને વધુ સશક્ત અભિનય કરાવ્યો છે.
જોકે સંજયનું કહેવું છે કે ‘દીપિકા બોલીવૂડમાંની એક સૌથી ટેલન્ટેડ અભિનેત્રી છે તેનું લાવણ્ય એટલું અનુપમ છે કે તે કદી પણ મેલોડ્રામાને શરણે જતી નથી. ‘પદમાવત’માં જૌહરના દૃશ્ય વખતે તેનો અદભુત અભિનય જોઈ હું એટલો ભાવવિભોર થઈ ગયો હતો કે મેં તેને ત્યાંને ત્યાં ખિસ્સામાંથી રૂા. 500ની કડકડતી નોટ ભેટ ધરી દીધી હતી.’

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer