વિન્ટર ઓલિમ્પિકનું સમાપન: નોર્વે ટોચ પર

વિન્ટર ઓલિમ્પિકનું સમાપન: નોર્વે ટોચ પર
અંતિમ દિવસે રશિયા આઇસ હોકીમાં ચેમ્પિયન

પ્યોંગચોંગ (દ. કોરિયા) તા.2પ: દક્ષિણ કોરિયામાં રમાઇ રહેલ વર્ષ 2018ના વિન્ટર ઓલિમ્પિકની આજે રવિવારે સાંજે સમાપ્તિ થઇ હતી. ભારતીય સમય અનુસાર સાંજે પ-00 વાગ્યા બાદ રંગારંગ અને અદભૂત સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં ખાસ વાત એ રહી હતી કે તમામ દેશના ખેલાડીઓને તેમના દેશના ધ્વજ સાથે માર્ચ પાસ્ટ કરી હતી, પણ રશિયાના ખેલાડીઓને તેમના દેશના ઝંડા સાથે માર્ચ પાસ્ટ કરવાની મંજૂરી અપાઇ ન હતી.
કારણ કે રશિયાના અનેક ખેલાડીઓ ડોપિંગમાં અગાઉ ઝડપાયા હોવાથી વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીએ રશિયા પર વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકયો હતો. રશિયાને જે ખેલાડીઓ વિન્ટર ઓલિમ્પિકમાં રમ્યા હતા તે સ્વતંત્ર ખેલાડી તરીકે રમ્યા હતા. આમ છતાં રશિયાના ખેલાડીઓએ કુલ 17 ચંદ્રક જીતવામાં સફળતા મેળવી છે. જેમાં 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ છે.
આખરી દિવસે પુરુષ વિભાગની આઇસ હોકીનો ફાઇનલ રમાયો હતો. જેમાં ઇતિહાસ સર્જીની રશિયાની ટીમ ચેમ્પિયન બની હતી. રસાકસીભર્યા ફાઇનલમાં રશિયાને ગત વિજેતા જર્મની સામે 4-3 ગોલથી રોમાંચક જીત મેળવી હતી. રશિયાની ટીમને 1992 પછી પહેલીવાર આઇસ હોકીમાં ગોલ્ડ મળ્યો છે ત્યારે તેણે સોવિયત યૂનિયન તરીકે જીત મેળવી હતી. આઇસ હોકીમાં કાંસ્ય ચંદ્રક કેનેડાને મળ્યો હતો. વિન્ટર ઓલિમ્પિકમાં નોર્વે છેલ્લે સુધી દબદબો બનાવી રાખીને પહેલા નંબર પર રહ્યંy હતું. તેના નામે 14 ગોલ્ડ, 14 સિલ્વર અને 11 બ્રોન્ઝ સહિત કુલ 39 મેડલ રહ્યા હતા. યજમાન દેશ દ. કોરિયાને પ ગોલ્ડ, 8 સિલ્વર અને 4 બ્રોન્ઝ સહિત કુલ 17 મેડલ મળ્યા હતા અને સાતમા સ્થાને રહ્યંy હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer