શ્રીલંકા પ્રવાસમાં કોહલી સહિતના સીનીયરોને વિશ્રામ : યુવાનોને તક

શ્રીલંકા પ્રવાસમાં કોહલી સહિતના  સીનીયરોને વિશ્રામ : યુવાનોને તક
નવી દિલ્હી, તા.2પ : શ્રીલંકામાં તા. 6 માર્ચથી રમાનાર ટી-20 ત્રિકોણિય શ્રેણી માટેની ભારતીય ટીમમાં ધારણા મુજબ સુકાની વિરાટ કોહલી અને અનુભવી એમએસ ધોની સહિતના કેટલાક ખેલાડીઓને વિશ્રામ અપાયો છે. જ્યારે કેટલાક યુવા ખેલાડીઓને તક અપાઇ છે. રોહિત શર્મા ટીમને કેપ્ટન અને શિખર ધવન વાઇસ કેપ્ટન રહેશે.
પસંદગીકારોએ સુકાની કોહલી ઉપરાંત ધોની, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડયાને પણ વિશ્રામ આપ્યો છે. ટીમમાં વોશિંગ્ટન સુંદર, વિજય શંકર, રીષભ પંત અને મોહમ્મદ સિરાઝને તક અપાઇ છે. ઘરેલુ સત્રમાં 2000થી વધુ રન કરનાર કર્ણાટકના મયંક અગ્રવાલને મોકો અપાયો નથી.
ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વા. કેપ્ટન), લોકેશ રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ચહલ, વોશ્ગિટંન સુંદર, અક્ષર પટેલ, વિજય શંકર, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાઝ અને રીષભ પંત.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer