હવે PNBની બાડમેર શાખામાં પ્રધાનમંત્રી મુદ્રા લોનનું કૌભાંડ

હવે PNBની બાડમેર શાખામાં પ્રધાનમંત્રી મુદ્રા લોનનું કૌભાંડ
26 જણને ખોટી રીતે લોન આપી બેંકને 62 લાખનું નુકસાન કરવા બદલ મેનેજર સામે સીબીઆઇએ કેસ નોંધ્યો

બાડમેર, તા. 2પ : પીએનબીના લગભગ રૂા. 11,પ00 કરોડના મહાકૌભાંડની ચોમેર ચર્ચાઓ વચ્ચે હવે આ જ બેંકની બાડમેર શાખામાં વધુ એક ગોટાળો બહાર આવ્યો છે અને એ પણ પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં. સીબીઆઈએ આ મામલામાં એક કેસ નોંધ્યો છે.
મુદ્રા યોજના તળે ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે અને લોન દીધા બાદ એ રકમ થકી લોન લેનારે અમુક સંપત્તિ જમા કરાવવાની હોય છે, પણ બાડમેર શાખામાંથી મુદ્રા લોન જારી કરાયા બાદ એ પ્રક્રિયાનું પાલન કરાયું નહોતું.
સીબીઆઈના જણાવ્યા અનુસાર, પીએનબી-બાડમેરમાં એક સિનિયર બ્રાન્ચ મેનેજરે સપ્ટેમ્બર - 2016થી માર્ચ - 2017 દરમ્યાન ગેરરીતિ કરીને 26 મુદ્રા લોન વેચી હતી, જેને લીધે બેંકને 62 લાખ રૂપિયાનું નુકસાન થયું. સીબીઆઈએ આ સંદર્ભમાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર ઈન્દરચંદ્ર ચંદાવત સામે કેસ દાખલ કર્યો છે. મેનેજરે તો બાડમેરથી 100 કિલોમીટર દૂર રહેતા લોકોને પણ ખોટી રીતે મુદ્રા લોન આપી દીધી હતી. 26 પૈકી પાંચ લોન એનપીએ થઈ ગઈ છે. બેંક હવે 62 લાખ રૂપિયા વસૂલ પણ કરી શકે એમ નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer