ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીનો રાષ્ટ્રપતિ પદની સમયસીમા દૂર કરવાનો પ્રસ્તાવ

ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીનો રાષ્ટ્રપતિ પદની સમયસીમા દૂર કરવાનો પ્રસ્તાવ
2022 પછી પણ ઝિનપિંગને રાષ્ટ્રપતિ બનાવવા ઘડાતો તખ્તો

પેઈચિંગ, તા. 25 : ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ રાષ્ટ્રપતિ પદના કાર્યકાળ માટે બે કાર્યકાળની સમયમર્યાદાને દૂર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો રાષ્ટ્રપતિ ઝિનપીંગ માટે 2022 પછી પણ રાષ્ટ્રપતિ પદ ઉપર બન્યા રહેવાનો રસ્તો સાફ થઈ જશે. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆમાં આ પ્રસ્તાવ અંગેનો અહેવાલ જારી કરવામાં આવ્યો છે.  કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાની કેન્દ્રીય સમિતિએ ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિને બે કાર્યકાળ ભોગવવાના કાયદામાં ફેરફારનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે કોમ્યુનિસ્ટ પાર્ટીએ નેશનલ કોંગ્રેસ દરમિયાન ઝિનપીંગના બીજા કાર્યકાળ ઉપર મંજૂરીની મ્હોર મારી દીધી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer