શ્રીદેવીને અંજલિ અર્પતી ટિવટ કોંગ્રેસને ડીલીટ કરવી પડી!

શ્રીદેવીને અંજલિ અર્પતી ટિવટ કોંગ્રેસને ડીલીટ કરવી પડી!
નવીદિલ્હી, તા.2પ: શનિવારે રાત્રે અભિનેત્રી શ્રીદેવીનું નિધન થયાના સમાચાર આજે વહેલી સવારે વહેતા થવા સાથે જ દેશભરમાંથી શોક અને અંજલિના સંદેશાઓનો ધોધ વહ્યો હતો. જેમાં કોંગ્રેસે પણ ટિવટર ઉપર તેમને અંજલિ અર્પણ કરતી એક ટિવટ મૂકી હતી. જો કે આ ટિવટનાં કારણે જ લોકો કોંગ્રેસ ઉપર રોષે ભરાયા હતા અને વિવાદ વધે તે પહેલા જ કોંગ્રેસને આ ટિવટ ડીલીટ કરી નાખવાની ફરજ પડી હતી. કોંગ્રેસે ટિવટર ઉપર લખ્યું હતું કે, શ્રીદેવીનાં નિધનના સમાચારથી પક્ષને ઘેરું દુ:ખ છે. આ બહેતરીન અભિનેત્રી પોતાનાં અભિનય અને શાનદાર કામ થકી હંમેશાં લોકોનાં દિલમાં જીવંત રહેશે. તેમનાં પરિજનો પ્રત્યે પક્ષને અનુકંપા છે. શ્રીદેવીને યુપીએ સરકારનાં કાર્યકાળ દરમિયાન 2013માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ ટિવટમાં યુપીએ સરકારનો ઉલ્લેખ કરીને કોંગ્રેસે શ્રીદેવીના મૃત્યુને પણ રાજકીય લાભ ખાટવાનો અવસર બનાવી નાખ્યો અને મૃત્યુનો મલાજો નહીં રાખ્યો હોવાનું લાગતાં લોકો ગુસ્સે ભરાયા હતા અને સોશિયલ મીડિયા ઉપર કોંગ્રેસની સખત આલોચના થવા લાગતાં આ ટિવટ ડીલીટ કરી દેવામાં આવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer