ગુજરાતના વિદ્યાર્થીઓ ભણે છે, એમાં પણ ભલીવાર નથી!

ગુજરાતના વિદ્યાર્થીઓ ભણે છે, એમાં પણ ભલીવાર નથી!
અમદાવાદ: ગુજરાતના શિક્ષણની અધોગતિ માટે શિક્ષણ વિભાગ સીધો જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, એન.સી.ઈ.આર.ટી.ના નેશનલ એચિવમેન્ટ સર્વેનાં પરિણામોમાં ધોરણ-3, 5, 8ના પર્યાવરણ, રીડિંગ કમ્પ્રિહેશન, ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયોમાં ગુજરાતના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર ચિંતાજનક જોવા મળ્યું છે. વર્ગખંડમાં  જે રીતે હાલ શૈક્ષણિક કાર્ય ચાલે છે, તેમાં બદલાવની મોટી જરૂરત છે.
એન.સી.ઈ.આર.ટી.ના નેશનલ એચિવમેન્ટ સર્વેના ધો-10ના વિદ્યાર્થીઓના અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી વિષયનાં પરિણામો રાષ્ટ્રીય કક્ષાએ વિદ્યાર્થીઓના સરેરાશ કરતા ઘણા નીચા હોવા પાછળ ભાજપ સરકારની  શિક્ષણ ક્ષેત્રે ઉદાસીનતા અને દિશાવિહીન શિક્ષણ વિભાગ જવાબદાર હોવાની હકીકતો રજૂ કરતાં કોંગ્રેસ પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, એન.સી.ઈ.આર.ટી.ના નેશનલ એચિવમેન્ટ સર્વેમાં ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ શાળાના ધો-10ના વિદ્યાર્થીઓના અંગ્રેજીમાં 225, ગણિતમાં 231, વિજ્ઞાનમાં 228, સામાજિક વિજ્ઞાનમાં 233 અને ગુજરાતીમાં 235 પોઈન્ટ પરિણામ છે. જ્યારે રાષ્ટ્રીય સરેરાશ અંગ્રેજીમાં ગ્રામ્યમાં 244 શહેરીમાં 263, ગણિતમાં ગ્રામ્યમાં 248 શહેરીમાં 256, વિજ્ઞાનમાં ગ્રામ્યમાં 246, શહેરીમાં 257, સામાજિક-વિજ્ઞાનમાં ગ્રામ્યમાં 247, શહેરીમાં 257 અને ગુજરાતીમાં ગ્રામ્યમાં 244 શહેરીમાં 263 પોઈન્ટનું પરિણામ છે. રાષ્ટ્રીય સરેરાશ કરતા ગુજરાતના વિદ્યાર્થીઓના નબળા પરિણામ માટે ભાજપ સરકારની નીતિ જવાબદાર છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer