સાણથલીના કપાસનાં ગોદામમાં 2.25 કરોડનું કૌભાંડ

સાણથલી, તા. 21: જસદણના સાણથલી ગામે આવેલ ખાનગી કંપનીનાં ગોડાઉનમાંથી રૂ. 2.25 કરોડની કપાસની ગાંસડીનું કૌભાંડ થયાની છડેચોક ચર્ચા છે. બનાવનાં પગલે ગોડાઉનના મેનેજરની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી સુપરવાઇઝર સહિતની બેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલ રાજકોટ રહેતા મૂળ રાજસ્થાનનાં વતની વિક્રમભાઇ સાવંતસિંહ શેખાવતે આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે એનબીએસઇનાં સુપરવાઇઝર રવિન્દ્રસિંહ અનિલસિંહ ચૌહાણ અને હરપાલ મંગળુ જેબલિયાના  નામ આપ્યાં હતા. જુદા જુદા ખેડૂતોનાં રૂની ગાંસડીનો સ્ટોક કંપનીનાં ગોડાઉનમાં રાખ્યો હતો. જેમાં 55 ગાંસડી ઓછી હોવાનું તેમજ કેટલીક ગાંસડીની ગુણવત્તા ઓછી હોય જે ગાંસડી બદલાઇ ગઇ હોય તેની કિંમત રૂ. 2.25 કરોડ થાય છે. જવાબદારી સુપરવાઇઝરની થતી હોવાની પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer