સિંહ પરિવાર પાછળ ટ્રક દોડાવાઈ

સિંહ પરિવાર પાછળ ટ્રક દોડાવાઈ
પીપાવાવ પોર્ટમાં બનેલી ઘટનાનો વીડિયો વાઈરલ થતાં વનતંત્ર પોર્ટ પર દોડી ગયું : પોર્ટના અધિકારીઓએ હાથ ઊંચા કર્યા
 
રાજુલા, તા.21: પીપાવાવ પોર્ટના મુખ્ય ગેટની અંદર ગઈકાલે સિંહ-સિંહણ અને 3 સિંહ બાળ અંદર આવતા અહીંના અજાણ્યા ટ્રક અથવા તો કન્ટેનર ચાલકે આ સિંહ પરિવાર પાછળ દોડાવી તેમને ખુબ પરેશાન કર્યા જેને વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો જેના કારણે પીપાવાવ પોર્ટ સામે સિંહપ્રેમીઓમાં નારાજગી ઉભી થઇ છે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. પોર્ટના અધિકારીઓની પણ સંડોવણી ખુલે તેવી શક્યતા જોવા મળી રહી છે. પરપ્રાંતીય ટ્રક ચાલક પણ વિડિઓમાં સ્પષ્ટ રીતે દેખાય છે.
અહીં પોર્ટ વિસ્તારમાં સિંહ દર્શન અને સિંહોની પજવણી માટે પીપાવાવ પોર્ટ એપિસેન્ટર બન્યું છે. હાલ માં અમરેલી ડીએફઓ શકીરા બેગમે વીડિઓ અને પોર્ટ સામે તપાસ ના આદેશો આપ્યા છે તપાસ બાદ રાજુલા વનવિભાગ જિલ્લામાં રિપોર્ટ કરશે વનવિભાગની ટીમે પીપાવાવ પોર્ટમાં તપાસ શરૂ કરી છે. આ વિડીયોને લઇને તપાસ નો ધમધમાટ શરૂ થતા પીપાવાવ પોર્ટની મુશ્કેલી પણ વધી ગઈ છે જોકે, પીપાવાવ પોર્ટ ના અધિકારી આ મામલે એકબીજાને ખો આપી રહ્યા છે કોઈ પણ જવાબદારી લેવા તૈયાર નથી અહીં ના પરપ્રાંતીય માણસો વારંવાર આ પ્રકાર  વનરાજનું અપમાન કરી રહ્યં છે જો કે પોર્ટની ગંભીર બેદરકારી સામે વનવિભાગ પણ આગળ આવ્યું છે પોર્ટની સિક્યુરિટી ની પણ પૂછપરછ  વનવિભાગ કરશે હાલમાં પોર્ટ વનવિભાગના સકંજામાં આવ્યું હોય તે પ્રકારનો મામલો સામે આવ્યો છે.
 અહીં નિર્દોષ સિંહોને પરેશાન કરાઈ રહ્યાં છે જો કે આ ઘટના ગઈકાલ રાતની હાવાનું પણ જાણવા મળી રહ્યું છે. મહત્વની બાબત તો એ છે. મહાકાય પીપાવાવ પોર્ટના મુખ્ય ગેટ પર આ ઘટના બની અને સિંહોની પાછળ ટ્રકો દોડાવ્યા તેમ છતાં હજુ પીપાવાવ પોર્ટના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. અહીં સિંહોની જાગૃત માટે વન વિભાગે અનેક વખત સેમિનારો કર્યા તેમ છતાં કેમ આવી ઘટનાઓ અહીં બને છે ? તે સવાલ અહીંના સિંહ પ્રેમીઓએ ઉઠાવ્યા હતા. જો કે અહીંના તમામ લોકોની પૂછપરછ તથા આસપાસના સીસીટીવી પણ તપાસ કરવામાં આવશે. હાલમાં પીપાવાવ પોર્ટના ઉચ્ચ અધિકારીઓ મોં સંતાડી રહ્યાં છે. બીજી તરફ આ પીપાવાવ પોર્ટના ફોરવે માર્ગ પર ટ્રક હડફેટે અગાઉ 2 સિંહોના મોત નિપજ્યા હતા. સિંહો માટે પીપાવાવ પોર્ટ કાળમુખું સાબિત થયું છે. દર રવિવારે અહીંયા સિંહ દર્શન પણ અહીંના પરપ્રાંતીય માણસો કરે ચે, તેની સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ. સિંહો મહામુસીબતે આ ટ્રકથી બચવા ડિવાઈડર સાઈડ પાસેથી બાવળની જાળમાં જતા રહ્યાં છે. ભરચક વિસ્તારમાં આ ઘટનાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. પીપાવાય પોર્ટ આસપાસ 40 ઉપરાંતના સિંહોનો વસવાટ અહીંની સિક્યુરિટીની પણ સંડોવણી છે. આ ઘટના બની ત્યારે અનેક જવાબદાર પોર્ટના અધિકારીઓની નજર હતી તેવું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. હાલમાં પોર્ટના એમડી મુંબઈ સુધી આ વાત પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
-------------
ઘટના પોર્ટમાં જ બની, કાર્યવાહી થશે : ઈન્ચાર્જ RFO
અમરેલી જિલ્લાના આરએફઓ શકીરા બેગમે જણાવ્યું હતું કે, આ વીડિયો સામે આવતાં જ અમારી રાજુલાની ટીમને તપાસ સેંપી છે. સિંહો સાથેની આ હરકત ચલાવી નહીં લેવાય. સીસીટીવીની ચકાસણી થશે. જ્યારે રાજુલાના ઈન્ચાર્જ આરએફઓ ભરતભાઈ ચાંદુએ જણાવ્યું હતું કે, વીડિયો પીપાવાવ પોર્ટના મુખ્ય ગેઈટની અંદરનો છે. ઘટના પોર્ટની અંદર જ બની છે અને પોર્ટ સામે કાર્યવાહી થશે.
પોર્ટના અધિકારીઓ કંઈ જાણતા નથી
પત્રકારોએ જ્યારે આ મામલે પીપાવાવ પોર્ટના પીઆરઓ મુકેશ દવેને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આવી બાબતમાં કોઈ કાંઈ નહીં બોલે. પોર્ટ ઓફિસર નુરજા મેડમ સાથે વાત કરી લો. આ મામલે નુરજા આરોરે જણાવ્યું કે, મેં વીડિયો જોયો છે પણ મને કાંઈ ખબર નથી. અમારા પીઆરઓ મુકેશ દવે સાથે વાત કરી લો. આ મામલે પોર્ટ ઓફિસર, અધિકારીઓએ એકબીજા ઉપર ઉલાળિયો કરી હાથ ઊંચા કરી દીધા હતા.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer