યોર્કશાયર તરફથી રમવાથી ઇંગ્લેન્ડ પ્રવાસમાં ફાયદો: પુજારા

યોર્કશાયર તરફથી રમવાથી ઇંગ્લેન્ડ પ્રવાસમાં ફાયદો: પુજારા
નવી દિલ્હી તા.21: એપ્રિલ મહિનામાં દેશના ટોચના ક્રિકેટરો આઇપીએલમાં રમી રહયા હશે. ત્યારે ટેસ્ટ વિશેષજ્ઞ બેટધર ચેતેશ્વર પુજારા ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ માટે હોમવર્ક શરૂ કરશે. પુજારા ઇંગ્લીશ કાઉન્ટીની મજબૂત ટીમ યોર્કશાયર માટે ડિવિઝન-વન માટે રમશે. ત્યારે તેની નજર ઓગસ્ટમાં ઇંગ્લેન્ડ પ્રવાસની પ ટેસ્ટની શ્રેણીની તૈયાર પર રહેશે.  પુજારાએ આજે અહીંના ફિરોઝશાહ કોટલા મેદાન પર વિજય મર્ચન્ટ ટ્રોફીના કવાર્ટર ફાઇનલના મેચ પૂર્વે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે હું કાઉન્ટી સિઝનમાં સારો દેખાવ કરવાનો પ્રયાસ કરીશ, જેથી ઓગસ્ટમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધની ટેસ્ટ શ્રેણીમાં મદદ મળે. તેનું એવું પણ માનવું છે કે ટેકનીકના હિસાબે સાઉથ આફ્રિકામાં રમવું અને ઇંગ્લેન્ડમાં રમવામાં ફરક હોતો નથી. તમારી ટેકનીક પરફેકટ હોવી જોઇએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer