અભિષેકને ‘કેદારનાથ’માં સુશાંતને સ્થાને વીકી જોઈએ છે

અભિષેકને ‘કેદારનાથ’માં સુશાંતને સ્થાને વીકી જોઈએ છે
દિગ્દર્શક અભિષેક કપૂર અને તેની ‘કેદારનાથ’ ફિલ્મના નિર્માતાઓ વચ્ચેનો ઝઘડો દિવસે દિવસે ઉગ્ર બની રહ્યો હોઈ અભિષેક ઈચ્છે છે કે ફિલ્મમાં હીરો તરીકે સુશાંત સિંહ રાજપૂતને બદલે ‘મસાન’ ફેમ ‘વીકી કૌશલ’ને લેવામાં આવે અને તેનું કારણ એ છે કે સુશાંતે ‘કેદારનાથ’ની વણવપરાયેલી તારીખોને બદલે વધુ કામ કરવાની સદંતર ના પાડી દીધી છે. સૂત્રોના જણાવવા અનુસાર ગટ્ટુ (અભિષેક)ને રિપ્લેસમેન્ટની બાબતમાં જોઈએ તેવી ફાવટ નથી. ‘િફતુર’ ફિલ્મ વખતે પણ તેણે રેખા જેવી બૉલીવૂડની વરિષ્ઠ અને લેજન્ડરી અભિનેત્રીને પડતી મૂકી હતી અને તેને સ્થાને તબ્બુને લીધી હતી. ‘કેદારનાથ’માં પણ પહેલા જ શીડયુલમાં મૂળ ફોટોગ્રાફરને રિપ્લેસ કરાયા હતા.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer