પ્રિન્સિપાલ પણ નથી મળી શકતા પ્રિયાને

પ્રિન્સિપાલ પણ નથી મળી શકતા પ્રિયાને

હાલના દિવસોમાં ઈન્ટરનેટ પર સનસનાટી બનેલી સાઉથની એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વરિયારની સમકાલીન લોકપ્રિયતા શિખર પર છે અને તમામ લોકો તેના સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છે. સૌથી રસપ્રદ વાત એ છે કે તેના સુધી પહોંચવાના પ્રયાસો કરનારામાં તેની સ્કૂલના પ્રિન્સિપાલ પણ છે. કેરળના ત્રિચૂર શહેરની જે કૉલેજમાં પ્રિયા બી.કોમનો અભ્યાસ કરી રહી છે તે કૉલેજના પ્રિન્સિપાલ પણ તેની અસાધારણ લોકપ્રિયતાથી ચકિત છે, પણ તેને મળી શકતા નથી. પ્રિન્સિપાલ તેની આ અદ્ભુત લોકપ્રિયતાથી ખુશ છે અને નક્કી કર્યું છે કે તે જે દિવસે કૉલેજ આવશે ત્યારે સ્ટુડન્ટ્સ સાથે કૉલેજ કર્મચારીગણ તેનું ભાવભીનું સ્વાગત કરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer