‘િહન્દી મીડિયમ’ની સિકવેલમાં સારા બનશે ઈરફાનની પુત્રી?

‘િહન્દી મીડિયમ’ની સિકવેલમાં સારા બનશે ઈરફાનની પુત્રી?
જાન્યુઆરી મહિનામાં યોજાયેલા ફિલ્મફેર એવૉર્ડ સમારોહ વખતે ‘િહન્દી મીડિયમ’ ફિલ્મમાં બેસ્ટ પરર્ફોમન્સ માટેનો પ્રતિષ્ઠીત ફિલ્મફેર એવૉર્ડ લઈ જનારા ઈરફાન ખાને જણાવ્યું હતું કે હવે તે આ ફિલ્મની સિકવેલ પર નિર્માતા દીનેશ વિજન સાથે કામ કરી રહ્યો છે.
આ ફિલ્મ હિન્દી મીડિયમની કથાવાર્તાને 10 વર્ષ આગળ લઈ જશે, જેમાં પાંચ વર્ષની ઈરફાનની પુત્રી ટીનેજર તરીકે દેખાશે. આ સિકવેલ ઓગસ્ટ મહિનામાં ફ્લોર જવાની હોઈ તેમાં ટીનેજર પુત્રીના રોલ માટે સારા અલી ખાનના નામની વિચારણા કરાઈ રહી છે. સારા અલી ખાન અભિષેક કપૂરની ફિલ્મ ‘કેદારનાથ’ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer