ડીસ્લેકિસક બાળકો ગણિત, ચિત્રકામ, કોમ્પ્યુટરમાં પણ નિષ્ણાત થઇ શકે છે

ડીસ્લેકિસક બાળકો ગણિત, ચિત્રકામ, કોમ્પ્યુટરમાં પણ નિષ્ણાત થઇ શકે છે
સિસ્ટર નિવેદિતા સંકુલમાં ડીસ્લેકિસકના બાળકો માટે સેન્ટર શરૂ કરાયું
 
રાજકોટ: સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક  સંકુલ- રાજકોટની સુવર્ણ જયંતી વર્ષની  ઉજવણીનાં ઉપક્રમે ‘હાર્ટ એન્ડ હેન્ડ ફોર ધી હેન્ડીકેપ્ડ,ફલશીંગ-ન્યૂયોર્ક (યુ.એસ.એ.)’નાં સૌજન્યથી ‘ઇન્સ્ટિટયૂટ ઓફ કવોલિટી એજ્યુકેશન’માં માનસિક ક્ષતિગ્રસ્ત તેમજ ડિસ્લેકિસઆ  જેવી મુશ્કેલીથી પીડાતા બાળકોને તાલીમ આપવા માટે ‘સેન્ટર ફોર ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ લનીંગ ડિસએબિલીટી’ કેન્દ્રનો પ્રારંભ તાજેતરમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજ- રાજકોટનાં સુપ્રિટેન્ડેન્ટ ડો. મનીષભાઇ મહેતાની  ઉપસ્થિતમાં યુ.એસ.એ. સ્થિત સુવિખ્યાત બાળરોગ નિષ્ણાત ડો. રમેશભાઇ ઝવેરીનાં હસ્તે કરવામાં આવેલ.
ઉદ્ઘાટક ડો. રમેશભાઇ ઝવેરીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે, આ કેન્દ્ર પ્રારંભ કરવા માટે પાંચ વર્ષ  પહેલાં મેં સ્વપ્નુંજોયું હતું જે ડિસ્લેકિસઆની ખામી વાળા બાળકોની સારવારનાં નિષ્ણાત ડો. દિપા રાજાનાં સહકારથી આજે સાચું  પડયું છે.
ડિસ્લેકિસક બાળકો ગણિત, ચિત્રકામ, કોમ્પ્યુટર વગેરેમાં નિષ્ણાત થઇ શકે છે. મોટા શહેરોમાં આવા  બાળકોની સારવારની સગવડ હોય છે. નાના શહેરોમાં પણ આવી સારવાર શરૂ કરવાથી સારા નાગરિકો બનાવી શકાય.
કાર્યક્રમનાં અતિથિવિશેષ અને પંડિત દિનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજનાં સુપ્રિટેન્ડેન્ટ ડો. મનીષભાઇ મહેતાએ પોતાના  ઉદબોધનમાં જણાવ્યું કે એજ્યુકેશન ફોર ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ લર્નીગ એબિલિટીનો વિચાર રાજકોટ જેવા શહેર માટે નવો છે નવો વિચાર લઇને નિવેદિતા શૈક્ષણિક સંકુલ આવી રહ્યું છે.
ભારતમાં પણ દરેક મેડિકલ કોલેજ સાથેની હોસ્પિટલોમાં આવા કેન્દ્રો ખૂલ્યાં છે.પંડિત દિનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં પણ આવું કેન્દ્ર છેલ્લાં છ મહિનાથી કાર્યરત છે જેમાં નિદાન, સારવાર, કસરત વગેરે બધા જ પ્રકારની સારવારની વ્યવસ્થા એક જ જગ્યાએ મળે છે. બાળક યોગ્ય ઉમરનો થાય ત્યાં સુધી બોલે નહીં તો તેનામાં લર્નીગ ડિસેબિલિટીની સમસ્યા ઉભી થાય પરંતુ, આવા બાળકોને  જો સમયસર સારવાર આપવામાં આવે તો બાળક  બોલી શકે છે. સ્પેશિયલ એજ્યુકેશનલ નીડ્સનાં સેન્ટર હેડ ડો. દિપાબહેન રાજાએ પોતાના જણાવ્યું કે, આઇન્સ્ટાઇન, સ્ટીવ જોબ્સ, અભિષેક બચ્ચન જેવાં પ્રતિભાશાળી વ્યક્તિઓએ નાનપણમાં ડિસ્લેકિસઆની મુશ્કેલીનો સામનો કરેલ છે. ભારત સરકારે આવા બાળકો માટે ખાસ વિભાગ શરૂ કરેલ છે. કાર્યક્રમમાં શ્રી ગુલાબભાઇ જાની, ઉષાબેન જાની વગેરે સાથે વિદ્યાર્થીઓ, વાલીઓ અને નિમંત્રિતોએ ઉપસ્થિત હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer