ચોટીલાના વિકાસમાં સહયોગી બનશે મુંબઈ સ્થિત વતનપ્રેમીઓ

ચોટીલાના વિકાસમાં સહયોગી બનશે મુંબઈ સ્થિત વતનપ્રેમીઓ
મુંબઈમાં ગેટ ટુ ગેધર: સમાજશ્રેષ્ઠીઓની ખાતરી
ચોટીલા, તા.12: ચોટીલા નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરનાં સ્મશાનનું  નવીનીકરણ અને શહેરમાં પ્રવેશતા રસ્તાઓ પર કલાત્મક ગેઇટ સહિતના કામ માટે મુંબઈ ખાતે ચોટીલાનાં વતનીઓ સાથે ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજાયો હતો.
નગરપાલિકા ટીમ મુંબઈ ગયેલી, જ્યાં ચોટીલાનાં વતનીઓને વર્તમાન બોડી દ્વારા કરવામાં આવેલ રોડ, રસ્તા સહિતના કામ તેમજ આગામી કામનું વીડિયો પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. જેમાં સરકારની ગ્રાન્ટ પછીના ખર્ચને પહોંચી વળવા માટે વતનપ્રેમીઓને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી .
 ગેટ ટુ ગેધરમાં નગરપાલિકા પ્રમુખ રવુભાઇ ખાચર, ઉપપ્રમુખ હરેશભાઇ ચૌહાણ, ચેરમેન છબિલભાઇ વાઘેલા, કર્મચારી, સદસ્ય સહિતની ટીમ સાથે રસિકભાઇ કોઠારી જલગાવ, ખીમજીભાઇ પાટડિયા, હિતેન્દ્રભાઇ શાહ, ચોટીલા મિત્ર મંડળ રસિકભાઇ કાપડિયાની આગેવાનીમાં ખાર જીમખાના મુંબઈ ખાતે સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં શ્રેષ્ઠીઓ અને ચોટીલાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
આવતીકાલને સુંદર બનાવવા ચોટીલાના વિકાસમાં નાના મોટા દરેક વતનીઓ યથાયોગ્ય સહકાર આપશે તેવી નગરપાલિકાની ટીમને ખાત્રી આપવામાં આવી હતી.  સમારોહમાં જ અનુદાનની જાહેરાતો કરાતા ચોટીલાનો ડ્રીમ પ્રોજેક્ટ સરળતાથી પૂર્ણ થશે તેવો વિશ્વાસ નગરપાલિકાની ટીમે વ્યક્ત કરેલ છે. 
મુંબઈનાં ખાર જીમખાનાં ખાતે ચોટીલા નગરપાલિકા અને બહાર વસતા ચોટીલાનાં વતનીઓ સાથે યોજાયેલ સમારોહમાં ઉપસ્થિત આગેવાનો શ્રેષ્ઠીઓ અને ચોટીલાવાસીઓ હાજર હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer