રાજકોટ-મુંબઇ વચ્ચે એરલાઇન્સ કંપનીઓ દ્વારા ઉઘાડી લૂંટ

રાજકોટ-મુંબઇ વચ્ચે એરલાઇન્સ કંપનીઓ દ્વારા ઉઘાડી લૂંટ
આટલા ભાડામાં તો વિદેશ ફરી અવાય છે !
ભાડાં 20થી 25 હજાર !: મોરબી સીરામીક એસોસિએશન દ્વારા વડાપ્રધાનને ફરિયાદ
મોરબી, તા.13:  રાજકોટ -મુંબઈ વચ્ચેની હવાઈ યાત્રામાં એરલાઇન્સ કંપનીઓ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાનું જણાવી મોરબી સીરામીક એસોસિએશન દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે,  એરલાઇન્સ કંપનીઓ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સસ્તા હવાઈ ભાડાના સ્વપ્નને તોડી રહ્યાનું જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રના હબ ગણાતા સેન્ટર રાજકોટમાં એરલાઇન્સ દ્વારા ઉઘાડી લુંટ ચલાવવામા આવે છે. સૌરાષ્ટ્ર ગુજરાતનું ઔદ્યોઁગીક હબ છે, ત્યારે વેપાર અર્થે મુંબઈ વિદેશમા જવા માટે મુંબઈ એરપોર્ટ કનેકશન માટે મહત્વનો ભાગ છે તેમજ સામાન્ય નાગરિક પણ મેડીકલ તેમજ અન્ય કામ માટે મુંબઈ જવાનુ થતું હોય છે ત્યારે મુંબઈ થી રાજકોટ ફક્ત 45 મીનીટની ફલાઇટ          હોવા છતાં ઉઘાડી લુંટ ચલાવવામાં આવી રહી છે ત્યારે સરકાર દ્વારા મેક્સીમમ ભાડાનો કાયદો કર્યો હોવા છતાં એરલાઇન્સ કંપનીઓ તે કાયદાને ઘોળીને પી ગઈ હોવાનું મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું.
વધુમાં સોરાષ્ટ્રની જનતા તેમજ નાના મોટા ઉધોગકારોએ એરલાઇન્સ દ્વારા કરવામાં આવતી ઉઘાડી લુંટને સખત શબ્દોમાં વખોડી કાઢે તેમજ તંત્ર દ્વારા પણ આ બાબતને ગંભીરતાથી લઇ અને ઘટતું કરવા માટે અપીલ કરતા તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટથી મુંબઈ રીટર્ન 20,000 રૂપિયાથી 25,000 રૂપિયા ભાડુ વસુલાય છે.
આથી સસ્તા ભાડામા લોકો અમદાવાદ કે મુંબઈ થી દુબઇ, ઓમાન અને અખાતી દેશો તેમજ શ્રીલંકા, બેંગકોક, મલેશીયા અને સીંગાપોર જઇને આવી શકે છે ત્યારે આ બાબતને તંત્ર ગંભીરતાથી લઇ અને લોકો ના સુખાકારી માટે અને સૌરાષ્ટ્રના ઔદ્યોગીક વિકાસ માટે યોગ્ય રસ્તો કરી અને એરલાઇન્સ કંપની સામે ધોકો પછાડે તેવી માગણી મોરબી સિરામીક એશોસીએશન દ્વારા કરવામાં આવે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer