નાના હથિયારોની મોટાપાયે ખરીદી

નાના હથિયારોની મોટાપાયે ખરીદી
 સંરક્ષણ ખરીદ પરિષદે 15935 કરોડ રૂપિયાનાં ખરીદ પ્રસ્તાવોને આપેલી મંજૂરી
નવીદિલ્હી, તા.13: પાકિસ્તાન અને ચીનનાં મોરચે તનાવ મધ્યે કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળોની છાવણીઓ ઉપર વધી રહેલા હુમલાઓની પૃષ્ઠભૂમિમાં હવે સેના માટે નાના હથિયારોની મોટાપાયે ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે. સંરક્ષણ ખરીદ પરિષદે 1પ93પ કરોડ રૂપિયાની શત્ર ખરીદીને મંજૂરી આપી દીધી છે.
સરહદે તૈનાત જવાનોને આધુનિક અને અસરદાર હથિયારોથી સજ્જ કરવાં માટે છેલ્લા એક માસમાં ત્રણ પ્રમુખ હથિયાર - રાઈફલ, કાર્બાઈન અને લાઈટ મશીનગનની ખરીદીમાં ઝડપ લાવવાનો નિર્ણય થયા છે. જાન્યુઆરીમાં જ 72400 રાઈફલ અને 9389પ કાર્બાઈનની ખરીદીને મંજૂરી આપી દેવામાં આવી હતી.

આજે સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી ખરીદ પરિષદની બેઠકમાં 1પ93પ કરોડ રૂપિયાનાં ખરીદ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ત્રણેય સેના માટે જરૂરિયાત અનુસાર હળવી મશીનગન ઝડપથી ખરીદવા માટેનો પ્રસ્તાવ પણ સામેલ છે અને તેનો ખર્ચનો અંદાજ આશરે 1819 કરોડ રૂપિયા છે. ત્રણેય સેના માટે 7.4 લાખ એસોલ્ટ રાઈફલ ખરીદવા માટે પણ નિર્ણય કરાયો છે. તેનાં માટે 12280 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ઉપરાંત પ719 સ્નાઈપર રાઈફલ ખરીદવામાં આવશે. જે સેના અને વાયુસેનાનાં ઉપયોગ માટે હશે. તેનાં માટે 983 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
 
 
શ્રીનગરના ઈછઙિ કેમ્પ પરના હુમલાનો પ્રયાસ કરનાર બે આતંકી ઢેર
શ્રીનગર તા. 13: અહીંના કરણનગરમાંના સીઆરપીએફના કેમ્પમાં ગઈ કાલે હુમલો કરવા સબબ ત્રાટકેલા આતંકી જૂથ લશ્કરે તૈયબાના બે ત્રાસવાદીઓ અને સલામતી દળો વચ્ચે શરૂ થયેલી અથડામણનો આજે 30 કલાકે અંત આવ્યો હતો અને દળોની કારવાઈમાં તૈયબાના બે આતંકી ઠાર થયા હતા. તેઓના મૃતદેહો પરથી  એકે-47 રાઈફલ વ. શત્રસરંજામ કબજે કરાયા હતા. અથડામણમાં સીઆરપીએફના એક જવાનને ઈજા થઈ હતી, જે હવે ભયમુકત છે. રાત્રિ દરમિયાન વિરામ રહ્યા બાદ આજે  સવારે અથડામણ ફરી શરૂ થઈ હતી.
આમાં એક આતંકી બંધાઈ રહેલી ઈમારતમાંથી પાસેની ઈમારતમાં ઘૂસવા જતી વેળા ઠાર મરાયો હતો અને બીજાને આ બંધાતી ઈમારતમાં સકંજામાં લઈ ખત્મ કરાયો હતો એમ કાશ્મીરના આઈજીપીએ જણાવ્યુ હતું.
જમ્મુના સુંજવાન વિસ્તારમાંના આર્મી કેમ્પમાં જૈશ એ મોહમ્મદના આતંકીઓ ત્રાટકયાના  બે દિવસ બાદ કરણનગરની આ ઘટના બની છે. સુંજવાનવાળા બનાવમાં આર્મીના છ જવાન શહીદ થવા સહિત 7 જણા માર્યા ગયા હતા. આર્મીએ જૈશના હુમલાખોરોને આપેલા વળતા જવાબમાં 3 આતંકી મરાયા હતા.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer