જેતપુરમાં ચાર નંદીને હથિયારના ઘા મરાતાં રોષ

શિવરાત્રીની આગલી રાત્રે જ બનાવ
જેતપુર, તા.13: શહેરના બળદેવધારા વિસ્તારમાં શિવરાત્રીની આગલી રાતે જ કોઇ અસામાજિક તત્ત્વો દ્વારા ભગવાન શિવના વાહન એવા ત્રણ-ચાર નંદી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ગૌવંશ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.
બળદેવધાર વિસ્તારમાં શિવરાત્રીની આગલી રાતે જ ભગવાન  શંકરના વાહન એવા ત્રણ-ચાર નંદી પર કોઇ અસામાજિક તત્વો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને એક નંદીને કાન પાસે બીજાને પગની ખરીમાં અને ત્રીજાને પગના ભાગે અડધો પગ કપાઇ જાય તે રીતેના ઘા માર્યો હોવાથી તે નંદી (ખૂંટિયા)ને પગમાં એટલી ગંભીર ઇજા પહોંચી હોવાથી તે પોતાના પગ પર ચાલવા પણ અસક્ષમ થઇ ગયો છે.
બળદેવધાર વિસ્તારના ગણેશ ગ્રુપ દ્વારા આવા નંદીઓની સારવાર કરી બીમાર અને અપંગ ગૌવંશની સારવાર ગૌશાળાએ મોકલ્યો હતો મૂંગા પશુઓ પર હુમલો કરનાર અસામાજિકતત્વો સામે કડકમાં કડક પગલાં ભરવા માગ થઇ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer